ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજમાં બે પાડોશીઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે. પિતા, પુત્ર અને અન્ય એક ભેગા મળીને 16 વર્ષના કિશોર સાથે વેર રાખી ગંભીર રીતે માર મારતા આ કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કપડવંજ ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ખેડાના કપડવંજમાં પડોશી જ બની ગયો પડોશીનો દુશ્મન. સામાન્ય વાતમાં બે પાડોશીઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરીણામી છે. પિતા, પુત્ર અને અન્ય એક ભેગા મળીને 16 વર્ષના કિશોરને વેર રાખી ગંભીર રીતે માર મારતા આ કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કપડવંજ ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજ નગરમાં રત્નાકર માતા રોડ દશામાના મંદિર પાસે માતા પિતાના મૃત્યુ બાદ પોતાના કાકા સાથે 16 વર્ષીય દીપક જેસંગ સલાટ પોતાના પરિવાર સાથે મંડપ બાંધવાનું કામ કરતો હતો.ગઈકાલે મંડપ બાંધવા માટે માણસોની જરૂર હોય નજીકમાં જ રહેતા ડાહ્યા સલાટ, દિનેશ સલાટ અને અનિલ સલાટના ઘરે દિપક ગયો હતો, ત્યારે ઘરમાં રહેતા એક મહિલાને ઉપરોકત લોકોને મંડપ બાંધવા મોકલજો તેમ કહી નીકળી ગયો હતો.જોકે, આરોપીઓને ઘરે પહોંચતા કોઈએ જણાવ્યું હતું કે, તમારી ગેરહાજરીમાં દિપક આવ્યો હતો અને મહિલા સાથે વાત કરતો હતો.જેથી ત્રણેય ઉશ્કેરાઈ દિપકના ઘરે પહોંચ્યા હતા અને પોતાના પરિવારની મહિલા સાથે કેમ વાત કરી તેમ કહી જમી રહેલા દિપકને ઢોર માર મારતા દિપકનું ઘટના સ્થળે મોત થયું હતું.
અનિલ સલાટ ઘટના સ્થળેથી નાસી જતા મૃતક દિપકના કાકા દ્ગારા સમગ્ર ઘટનાની કપડવંજ શહેર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.પોલીસે દિપકના કાકાની ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર કેસની વધુ તપાસ કરી છે.હત્યા કરનાર ત્રણેય આરોપીએ હાલ ફરાર છે.ત્યારે પોલીસે ત્રણેય આરોપી વિરૂધ્દ્ગ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…