Kheda: નડિયાદ જીલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે રોજગાર ભરતી મેળોનું આયોજન

|

Jun 30, 2022 | 6:45 PM

સીધી ભરતીના ભાગરૂપે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં કુલ 166 ઉમેદવારો પૈકી 161 ઉમેદવારોને નોકરી દાતાઓએ નોકરી આપી હતી.

Kheda: નડિયાદ જીલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે રોજગાર ભરતી મેળોનું આયોજન
Kheda Employment Recruitment Fair

Follow us on

ખેડા જિલ્લામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામકશ્રી-રોજગાર અને તાલીમ, ગાંધીનગર (Gandhinagar) દ્વારા સંચાલિત જીલ્લા રોજગાર વિનિમય કચેરી, સરદાર ભવન, નડિયાદ (Nadiad) ખાતે તાલુકા કક્ષાના રોજગાર ભરતીમેળા (Employment Recruitment Fair) તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર ઉમેદવારોને ભરતી પ્રક્રિયા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં કે.પી. એન્ટર પ્રાઈઝ, આઈ.સી.આઈ.સી.આઈ. પ્રુડેન્શિયલ, નડીઆદ, અમરકાર્સ પી. વી. ટી., નડિયાદ આઈ.સી.આઈ.સી.આઈ ફાઉન્ડેશન વડોદરા અને ક્રેસ્ટ રેઝીન લિમિટેડ કંપનીઓ દ્વારા સીધી ભરતીના ભાગરૂપે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં કુલ 166 ઉમેદવારો પૈકી 161 ઉમેદવારોને નોકરી દાતાઓએ નોકરી આપી હતી. આ પ્રસંગે નડીયાદ રોજગાર અધિકારીશ્રી, ડી.કે.ભટ્ટ, કરીયર કાઉન્સીલર શ્રી જેસનભાઈ, શ્રી હેતલબેન, રોજગાર કર્મચારી શ્રી પ્રકાશભાઇ, વિવિધ કંપનીના ભરતી પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં રોજગાર વાંછુક ઉમેદવારો હાજર રહ્યા હતા.

આ અગાઉ મે મહિનામાં આણંદ જિલ્લામાં ઇચ્છુક ઉમેદવારો માટે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. જેમાં ખાનગી ક્ષેત્રના 50 જેટલા નોકરીદાતાઓ સ્થળ પર જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઇ ત્યાં રોજગારી માટે ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. આણંદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારો માટે 5મી મેના રોજ સવારના 10-30 કલાકે આણંદ સ્ટેશન રોડ, આઇ.પી.મિશન કંપાઉન્ડ ખાતે આવેલ સેન્ટ સ્ટીફન ઇન્સ્ટિટયુટ ઓફ બીઝનેશ એન્ડ ટેકનોલોજી ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખાનગી ક્ષેત્રના 50 જેટલા નોકરીદાતાઓ સ્થળ ઉપર હાજર રહી સ્થળ ઉપર જ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઇ રોજગારી માટે ઉમેદવારોની પસંદગી કરાઈ હતી.

આ જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ઉમેદવારો કે જેઓની ઉંમર 18 થી 35 વર્ષની હોય અને ધો.10-12 પાસ, આઇ.ટી.આઇ., ડિપ્લોમા, ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજયુએટ હોય તેવો કોઇપણ ઉમેદવારો માટે ભરતી યોજાઈ હતી.

આ પણ વાંચો

આ ઉપરાંત આણંદ જિલ્લા રોજગાર કચેરીના મોડેલ કેરિયર સેન્ટર દ્વારા વર્તમાન કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની ગાઇડલાઇન મુજબ 15મી માર્ચ, 2022ના રોજ સવારના 11-30 કલાકે દૂધીપુરા સરકારી સિવિલ સપ્લાય ગોડાઉન પાછળ આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇટીઆઇ) સોજિત્રા ખાતે જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું  હતું.

Next Article