Kheda: જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી SRP ગ્રાઉન્ડ ખાતે કરાઇ

|

Jun 21, 2022 | 7:31 PM

રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સૌએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

Kheda: જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી SRP ગ્રાઉન્ડ ખાતે કરાઇ
Kheda District level International Yoga Day

Follow us on

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) નિમિત્તે ખેડા (Kheda) જિલ્લાના મુખ્ય મથક નડિયાદ (Nadiad) ખાતે એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, યોગ એ સફળ સહજ અને સ્વીકૃત બનેલ આપણી પ્રાચીન ભારતીય વિરાસત છે, યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે. યોગ વિદ્યાનો ઉદભવ હજારો વર્ષ પૂર્વેનો છે. એમ કહેવાય છે.

વધુમાં વિધાનસભાના દંડકે કહ્યું કે, આ ભારતીય પરંપરાનો લાભ વિશ્વના લોકોને મળે, વિશ્વના જુદા જુદા દેશો સુધી આપણી પ્રાચીન ભારતીય વિરાસત પહોંચે અને સ્વીકૃત બને તે માટે વૈશ્વિક ફલક પર મૂકવાના પ્રયાસરૂપે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નો થી તારીખ 11 મી ડિસમ્બરે 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામન્ય સભામાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને જેને 177 દેશો એ સર્વ સંમતિથી આ પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકનાં મૈસુરથી દેશવાસીઓને સંબોધન કરી યોગ દિવસની શુભકામનાઓ પાઠવી યોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) ની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સૌએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

વધુમાં દંડકે જણાવ્યું હતું કે, “માનવતા માટે યોગા (Yoga for Humanity)”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના 75 આઇકોનિક સ્થળોએ ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ખેડા જિલ્લાના ડાકોર રણછોડરાયજી મંદિરને પણ આ 75 આઇકોનિક સ્થળોની યાદીમાં સમાવવામાં આવેલ છે. તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

યોગ કરવાથી થતા લાભાલાભ અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી થાય છે.યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે.આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કરવામાં આવી.જેમાં કેન્દ્રીય પ્રધાન ભાગવત કિશનરાવ કરાડ અને હર્ષ સંઘવી ઉપસ્થિતિ પણ હાજર રહ્યા. મહત્વનું છે કે, મુખ્યપ્રધાન સાથે 7,500થી વધુ લોકો સહભાગી બન્યા.

Next Article