યુક્રેનમાંથી હીજરત કરનારા ભારતીયો બોર્ડર પર ફસાયા, કોઈ મદદ મળતી નથી, એમ્બેસીનો હેલ્પલાઈન નંબર બંધ

| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:19 PM

પ્રતિકે કહ્યું કે અમે કિયુથી ટેક્સી બંધાવી હતી પણ ટેક્સિવાળો રસ્તામાં જ અમને ઉતારીને પાછો જતો રહ્યો છે. અમે 30 કિલી ચાલ્યા છીએ અને હજુ બોર્ડર 6 કિલોમીટર દૂર છે. અત્યારે ચાડા ચાર વાગ્યા છે. 5 વાગ્યે બોર્ડર બંધ થઈ જશે

યુક્રેન (Ukraine) માંથી બહાર નીકળવા માટે ભારતીયો (Indians) એ હિજરત શરૂ કરી છે. કોઈ પણ રીતે વાહનની વ્યવસ્થા કરીને પાડોશી દેશોમાં પહોંચવા માટે નજીકની બોર્ડર તરફ દોટ લગાવી છે, મરણમૂડી ખરચીને અને ઉછીના પૈસા લઈને લોકો વાહનો ભાડે કરીને બોર્ડર (border) તરફ ભાગી રહ્યા છે, પણ બોર્ડર પર ટકાવી દેવામાં આવી રહ્યા છે.

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામનો પ્રતીક પટેલ નામનો યુવાન પણ રશિયા યુક્રેન યુધ્ધની અફડા તફડીમાં ફસાયો છે અને તે ઉછીના રૂપિયા લઈ ટેક્સી બંધાવી કિયુથી બોર્ડર તરફ રવાના થયો છે, પણ ટેક્સીવાળો તેને બર્ડરથી લગભગ 36 કિમી દૂર ઉતારીને પાછો જતો રહ્યો છે.

પ્રતીક પટેલે પોતાનો વીડિયો બનાવી તેમાં જણાવ્યું કે રશિયન આર્મીએ કિયુ કબજે કર્યું છે. ત્યાં 20 હજારથી વધુ ભારતીયો ફસાયા છે. એમને કહેવામાં આવ્યું હતું કે બોર્ડર પર પહોંચી જાવ. ત્યાંથી તમારી વ્યવસ્થા કરાશે, પણ અહીં કોઈ જ વ્યવસ્થા નથી. એમ્બેસીના હેલ્પ લાઇન નંબર પણ બંધ આવે છે. કોઈ મદદ મળતી નથી. અમારી પાસે પૈસા નથી. ATM બંધ છે.

તેમણે જણાવ્યું કે બોર્ડર ક્રોસ કરવા 100 કિલોમીટર લંબી વાહનોની લાગી લાઈનો લાગી છે. અમે 5 લોકો 30 કિલોમીટર ચાલ્યા છીએ, જેમાં 1 ગર્ભવતી મહિલા પણ છે તેની તબિયત સારી નથી. ભારત સરકાર પાસે પ્રતીક પટેલે વીડિયોના માધ્યમથી મદદ માગી છે.

પ્રતિકે કહ્યું કે અમે કિયુથી ટેક્સી બંધાવી હતી પણ ટેક્સિવાળો રસ્તામાં જ અમને ઉતારીને પાછો જતો રહ્યો છે. અમે 30 કિલી ચાલ્યા છીએ અને હજુ બોર્ડર 6 કિલોમીટર દૂર છે. અત્યારે ચાડા ચાર વાગ્યા છે. 5 વાગ્યે બોર્ડર બંધ થઈ જશે અને અમારે તે પહેલાં ત્યાં પહોંચવું જરૂરી છે. જો નહીં પહોંચી શકીએ તો અહીં વેરાન વિસ્તારમાં જ રાત વિતાવવી પડશે.

આ પણ વાંચોઃ Russia-Ukraine war: કચ્છની 3 યુવતી 8 યુવાનો યુક્રેનમાં ફસાયા, મુશ્કેલી વચ્ચે મદદની આશા !

આ પણ વાંચોઃ યુક્રેનમાં પોરબંદરના 4 વિદ્યાર્થી ફસાયા, અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આશરો લીધો