ગુજરાત(Gujarat) રાજ્યમાં ૨૫ વર્ષથી તેમજ કેન્દ્ર સરકારમાં 7 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની(BJP) સરકાર છે. જેણે હરહંમેશ દેશના તેમજ રાજયના ખેડૂતોની ચિંતા કરેલ છે. કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર દ્વારા ખેડુતોને(Farmers) લઈને વધુ સહાય મળે તેમજ તેમનો પરિવાર સમૃધ્ધ થાય તે દિશામાં સરકાર દ્વારા આયોજનો થઈ રહયાં છે. ઓછા ખર્ચે વધુ ઉપજ થાય તેવી યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવેલ છે. જેનો અમલ દેશમાં તેમજ રાજયમાં ખેડૂતોના હિતાર્થે થઈ રહયો છે. પરંતુ કેટલાક કારણોસર કેન્દ્રની તેમજ રાજયની ઘણી યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમલમાં મુકી હોવાને કારણે ખેડા જીલ્લા સહકારી બેંકે તેનો અમલ કરેલ નથી.જેથી આ યોજનાઓનો લાભ ખેડુતોને મળેલ નથી. જેથી આ ચૂંટણીમાં ખેડુતોએ ભા.જ.પ.તરફી મતદાન કરીને બતાવી આપેલ છે કે ભા.જ.પ.ની વિચારધારા વિકાસની સાથે દરેક વર્ગને મદદ કરવાની છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વર્ષ 2020 સુધીમાં અમે ખેડુતોની આવક બમણી કરીને દેશના તમામ ખેડુતો સમૃધ થાય તે દિશામાં આગળ વધીશું, જે હવે આ પરિણામથી ભા.જ.પ.ના વિજયી થયેલા ઉમેદવારો તેને ખેડા જીલ્લામાં સહકારી બેંકની સાથે ખેડુતોના હિતના નિર્ણયો બેંકમાં કરાવીને સિધ્ધ કરશે.
સહકાર સેલના બિપિન પટેલે જણાવ્યું હતું કે આઝાદી પછી પ્રથમવાર ભાજપ દ્વારા ખેડા જીલ્લા સહકારી બેંકનું સુકાન સંભાળ્યા બાદ અમારી પ્રથમ પ્રાયોરીટી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ખેડુતલક્ષી યોજનાઓ જે આ બેંકે અમલમાં મુકી નથી તેને અમલમાં મુકવાનું અને ખેડુતોને વધુને વધુ મદદ થાય તે મુજબનું આયોજન કરવાનું રહેશે.
આ પણ વાંચો : Budget 2022: રિવર લિંકિંગ યોજના હેઠળ દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણાઃ જાણો, શું છે આખો પ્રોજેક્ટ
આ પણ વાંચો : Surat: ધંધુકાના મૃતક કિશન ભરવાડની 20 દિવસની દીકરીની જવાબદારી આ શ્રેષ્ઠીએ ઉપાડી
Published On - 5:15 pm, Tue, 1 February 22