Kheda: કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે તેમની સામે ફરિયાદ કરનાર વિરુદ્ધ કર્યો માનહાનીનો દાવો, રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો આરોપ

કેબિનેટ પ્રધાન (Cabinet Minister) અર્જુનસિંહ ચૌહાણે ફરિયાદી સામે માનહાનીનો દાવો કર્યો છે. અર્જુનસિંહ ચૌહાણે (Arjun Singh Chauhan) અરજદાર સામે રૂ.5 કરોડનો કર્યો દાવો કર્યો છે.

Kheda: કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે તેમની સામે ફરિયાદ કરનાર વિરુદ્ધ કર્યો માનહાનીનો દાવો, રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો આરોપ
cabinmate Minister Arjunsinh_Chauhan (File Image)
| Edited By: | Updated on: Jul 31, 2022 | 9:12 AM

ખેડા (Kheda) જિલ્લામાં કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ (Arjunsinh Chauhan) સામે થયેલી દુષ્કર્મની અરજીના કેસમાં અર્જુનસિંહે અરજદાર સામે જ માનહાનીનો દાવો કર્યો છે. અર્જુનસિંહ ચૌહાણે અરજદાર સામે રૂ.5 કરોડનો કર્યો દાવો કર્યો છે. રાજકીય કારકિર્દી (Political career) અને માન, મર્યાદા અને મોભાને નુકસાન પહોંચાડ્યું હોવાનો અર્જુનસિંહ ચૌહાણે દાવો કર્યો છે. તેમણે ખોટી અરજી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. બીજી તરફ ફરિયાદીના પત્નીએ તેના પતિએ કરેલા આરોપોને જ પાયાવિહોણા ગણાવ્યા છે.

રાજકીય કારકિર્દીને નુકસાન કરવાનો આરોપ

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ થયેલ અરજીમાં પોલીસે અરજદારના પત્નીનું નિવેદન લીધું હતું. જેમાં મહિલાના ફરિયાદી પતિ દ્વારા કરવામાં તમામ આક્ષેપો ખોટા હોવાનું મહિલાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું. જે પછી અર્જુનસિંહ ચૌહાણે ફરિયાદી સામે માનહાનીનો દાવો કર્યો છે. અર્જુનસિંહ ચૌહાણે અરજદાર સામે રૂ.5 કરોડનો કર્યો દાવો કર્યો છે. રાજકીય કારકિર્દી અને માન, મર્યાદા અને મોભાને નુકસાન પહોંચાડ્યું હોવાનો અર્જુનસિંહ ચૌહાણે દાવો કર્યો છે.

મહેમદાવાદના (Mahemdavad MLA) ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર હલધરવાસના પૂર્વ સરપંચ દ્વારા ખેડા પોલીસ (Police) માં બે દિવસ પહેલા અરજી કરવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રી દ્વારા છેલ્લા સાત વર્ષમાં પોતાની પત્ની પર દુષ્કર્મ આચર્યાની વાત ફરિયાદમાં કરતા ખેડા પોલીસ મહિલાને પુનાથી નડિયાદ બોલાવી હતી અને ત્યારબાદ તે મહિલાનું નિવેદન લેવામાં આવ્યું. જેમાં મહિલાએ જણાવ્યું કે, પતિ માનસિક રીતે અસ્વસ્થ છે અને હાલમાં તેમની દવા ચાલુ છે , તથા તેની પર હંમેશા વહેમ રાખતો હોવાનો આરોપ લગાવ્યો છે.

પતિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું આપ્યું નિવેદન

દુષ્કર્મની ફરિયાદમાં ખેડા પોલીસે મહિલાનો પક્ષ જાણવા માટે મહિલાને પૂનાથી બોલાવી હતી અને તેમનુ નિવેદન લીધું હતું. ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે તેમની પર અગાઉ અરજદાર પતિએ હુમલો કર્યો હતો, ત્યારે સખી હેલ્પ સેન્ટરમાં મહિલાએ સહાય લીધી હતી. જેની રીસ રાખીને તે આ કરી રહ્યો હોવાનું પણ મહિલાએ નિવેદન આપ્યું છે. વધુમાં પોલીસે આ અંગે જણાવ્યું કે આપમાંથી પાર્ટીની ટિકિટ લેવાની લાલચમાં આ અરજી કરાઈ છે.

આમ આદમી પાર્ટીના અન્ય હોદ્દેદારોએ અરજી કરનારને ટિકિટ આપવા માટે લલચાવ્યા હતા, જેને લઈને આ અરજી કરાઈ હોવાનો ખેડા જિલ્લા ડીએસપી દ્વારા જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે બુધવારે ખેડા એસપી કચેરીએ અરજદારે કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર પોતાની પત્ની પર દુષ્કર્મ આચરવાનો આક્ષેપ સાથે અરજી કરાઈ હતી ત્યારબાદ પોલીસે તપાસ કરતા સમગ્ર મામલાની હકીકત બહાર આવી છે.