Kheda: બકરી ઈદની ઉજવણીના સંદર્ભે ખેડા જિલ્લામાં માણસોને ઇજા કરી શકે તેવી વસ્તુ સાથે નિકળવા પર પ્રતિબંધ

|

Jul 07, 2022 | 1:26 PM

સુરૂચિ અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવુ તથા તેવા ચિત્રો પ્રતિકો કે પ્લે કાર્ડો અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બનાવવા,  અથવા ફેલાવો કરવાનું, રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવાનું, ચાળા પાડવાનું, નકલ કરવા, બિભત્સ સુત્રો પોકારવાનું અથવા અશ્લિલ ગીતો ગાવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.

Kheda: બકરી ઈદની ઉજવણીના સંદર્ભે ખેડા જિલ્લામાં માણસોને ઇજા કરી શકે તેવી વસ્તુ સાથે નિકળવા પર પ્રતિબંધ
Kheda

Follow us on

આગામી તા.10-07-2022ના રોજ બકરી ઈદ (Eid) તહેવારની ઉજવણી જિલ્લામાં મુસ્લીમ સમુદાયની વસ્તી ધરાવતા તમામ ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવનાર હોય. આ તહેવાર દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે જાહેરનામુ (Notification) બહાર પાડવામાં આવ્યુ છે. ખેડા (Kheda) જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-37(1) થી તેઓને મળેલ સત્તાની રૂએ સમગ્ર ખેડા જિલ્લાની હદ વિસ્તારમાં તા.07-07-2022 થી તા.13-07-2022 (બંને દિવસો) સુધી નીચેના કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

હથિયાર, તલવાર, ભાલા, ધોકા, છરા, લાકડી કે લાઠી, સળગતી મશાલ, લાકડાની હોકી અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરીક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવુ,  કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખવાં, મનુષ્ય અથવા શબ તેમજ પુતળા દેખાડી અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું અથવા અશ્લિલ ગીતો ગાવા, સુરૂચિ અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવુ તથા તેવા ચિત્રો પ્રતિકો કે પ્લે કાર્ડો અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બનાવવા,  અથવા ફેલાવો કરવાનું, રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવાનું, ચાળા પાડવાનું, નકલ કરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.

જોકે આ હુકમનો ખંડ (1) નીચેની વ્યકિતઓને અપવાદ તરીકે લાગુ પડશે નહિ. ફરજ પરના સરકારી કર્મચારી કે કામ કરતી કોઈપણ વ્યકિત કે જેના ઉપરી અધિકારી દ્વારા એવું કઈ પણ હથિયાર સાથે લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા કોઇ હથિયાર લઈ જવાનુ ફરજમાં હોય, જિલ્લા મેજીસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, સીવીઝનલ મેજીસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, જિલ્લા પોલીસ અધિક્ષક કે તેમણે અધિકૃત કરેલ પોલીસ અધિકારીએ શારીરીક અશક્તિને કારણે લાકડી કે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યકિત વગેરે.

આ પણ વાંચો

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સને 1951ના ગુજરાત પોલીસ અધિનિયમ-135(1)અને ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે એમ  હથિયારબંધીના જાહેરનામાં જણાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે નુપુર શર્મા વિવાદ બાદ રાજ્યમાં વહીવટી તંત્ર અને પોલીસ તમામ જાહેર આયોજનોમાં ખાસ ચોકસાઈ રહી છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Published On - 1:25 pm, Thu, 7 July 22

Next Article