Kheda: ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના તાબાના સ્વામિનારાયણ મંદિરનું કરવામાં આવ્યું ભૂમિ પૂજન

|

Mar 26, 2023 | 6:08 PM

આ અવસરે પ્રાસંગિક પ્રવચનમાં સંત સ્વામીએ મંદિરનું આધ્યાત્મિક અને સામાજીક મહાત્મ્ય સમજાવ્યું હતું. નિત્યસ્વરૂપ સ્વામીએ કહ્યુ કે, આ મંદિર ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બની રહેશે.

Kheda: ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના તાબાના સ્વામિનારાયણ મંદિરનું કરવામાં આવ્યું ભૂમિ પૂજન

Follow us on

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકરમાં, વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભવ્ય ભૂમિપૂજન મહોત્સવ યોજાયો હતો. આ અંગે નિત્યસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિર ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બનશે.

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન

આ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા 4 વર્ષથી સત્સંગીઓ હરિ મંદિર દ્વારા સત્સંગનું કાર્ય કરી રહ્યા છે ત્યારે સત્સંગ સમુદાય તેમજ સત્સંગ પ્રવૃતિમાં વધારો થતા મંદિરની જરૂરિયાત ઉભી થઈ  હતી. આથી છ મહિના પૂર્વે આચાર્ય મહારાજ અને ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ચતુર્થ પાટોત્સવ પ્રસંગે પધાર્યા ત્યારે વિશાળ ભૂમિ સંપાદનનો સંકલ્પ કર્યો. સહુ ધર્મપ્રેમી સજ્જનોના સહકાર સાથે 5 એકર ભૂમિ સંપાદિત કરવામાં આવી  હતી.

આ જમીનમા ભૂમિ પૂજન નિમિત્તે  27 માર્ચ સુધી ભૂમિપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દિવસ ઘરસભા તથા શ્રીમદ્ સત્સંગિજીવનની કથા, સરધાર નિવાસી પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામીના વક્તાપદે રાખવામાં આવેલી હતી જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ  લીધો હતો.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

આજે તારીખ  26ના રોજ મહાસમર્થ યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આપેલ બીજમંત્ર અને જનમંગલ હોમ તથા મંત્રોના નાદ સાથે પૂ. નિત્યસ્વરૂપ સ્વામી તથા ડો. સંત સ્વામીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂમિદાતા યજમાનો પણ જોડાયા હતા. આ અવસરે પ્રાસંગિક પ્રવચનમાં  સંત સ્વામીએ મંદિરનું આધ્યાત્મિક અને સામાજીક મહાત્મ્ય સમજાવ્યું હતું.

નિત્યસ્વરૂપ સ્વામીએ આ મંદિર ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બની રહેશે , એવા આશીર્વાદ સાથે દાતાઓ , મહેમાનો અને કાર્યકર્તાઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને ભારતભૂમિના ગૌરવની વાત કરી હતી. આ પ્રસંગે તેજસભાઈ- પ્રમુખ, દિપક રાઘવાણી – સેક્રેટેરિ , સી કે પટેલ, ઘનશ્યામ કાનાણી, કેતન પટેલ , નિલય પટેલ , રજનીકાંત પટેલ , રાજેશ ડોબરીયા , બિપીનભાઈ , મહેશભાઈ વગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:  Australia: મેલબોર્નની ધરતી ઉપર વડતાલ સ્વામિનારાયણ ભગવાનનું બનશે ભવ્ય મંદિર

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં 1.5 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા ઓસ્ટ્રેલિયામાં નૂતન મંદિર નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ 2024ના ઉપક્રમે ઓસ્ટ્રેલિયાની સત્સંગ યાત્રાએ છે.

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 10 વર્ષથી સત્સંગ મંડળ કાર્યરત છે. ત્યારે મંદિર નિર્માણ દ્વારા ભાવિકો માટે ભારતીય સંસ્કૃતિ, વ્યસનમુક્તિના કાર્યો શરૂ કરવામાં આવશે.

Next Article