ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નડિયાદ -મોડાસા રોડ પર ફ્લેટની પંજાબ નેશનલ બેંકે ફ્લેટની ઇ હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે મેસર્સ કાવ્યા એન્ટરપ્રાઇઝ (કરજદાર) સુનિલ વિનુભાઈ પટેલની માલિકીની ગીરો મુકેલ મિલકતોની ઇ -હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નડિયાદ -મોડાસા રોડ પર આવેલા રોઇવર એક્ષોટીકાના ફ્લેટની ઇ હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં ફ્લેટનું કુલ ક્ષેત્રફળ 335.06 સ્કેવર મીટર છે. જ્યારે તેની રિઝર્વ કિંમત 12,25,000 રાખવામાં આવી છે.
જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ 1,22,000 છે. તેમજ બીડ વૃદ્ધિ રકમ 25,000 છે. જ્યારે નિરીક્ષણની તારીખ અને સમય 20.02.2023 થી 22.02. 2023 સવારે 11 થી 4 વાગ્યે સુધી રાખવામાં આવ્યો છે. તેમજ ઇ- હરાજી તારીખ 24.03.2023 સવારે 11.00 થી 4. 00 વાગ્યે સુધી રાખવામાં આવી છે.
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના સિક્યોર લેણદાર નીચે છે.
આ સૂચનાને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ 2000 ના નિયમ 8(6) હેઠળ કરજદાર, જામીનદાર/ ગીરોદારે 30 દિવસની નોટિસ તરીકે પણ ગણવામાં આવે છે. વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે https//www.mstcecommerce.com જુઓ અથવા સંપર્ક કરો. તેમજ ઇ – હરાજી આ વેબસાઇટથી ઓનલાઇન કરવામાં આવશે.
આ પણ વાંચો : Gujarat weather : ગરમીનો પારો ઉંચો ગયા બાદ 4-5 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી