Kheda જિલ્લામાં ત્રણ વર્ષમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત 1998 કામો પૂર્ણ : દેવુસિંહ ચૌહાણ

ગ્રામવિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના વિકાસ કામોના અનેકવિધ કાર્યો ચાલુ કરાયા છે. તેમાં જળ તળ ઉંચા આવે તે ચિંતા પણ સરકારે કરી છે અને રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો દ્વારા જળસંચયને પ્રાધાન્ય આપી રહી છે.

Kheda જિલ્લામાં ત્રણ વર્ષમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત 1998 કામો પૂર્ણ : દેવુસિંહ ચૌહાણ
Kheda Sujlam Suflam Jal Abhiyan Programme
| Edited By: | Updated on: Mar 19, 2022 | 4:07 PM

ગુજરાત સહિત ખેડા(Kheda) જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો( Sujalam Sufalam Jal Abhiyaan)પ્રારંભ કરાયો છે. સમગ્ર રાજ્યમાં આજથી આગામી 31 મે 2022 સુધી સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો કાર્યારંભ કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નવાગામ – જલાયા તળાવને ઊંડુ કરવાના અભિયાનનો શુભારંભ કેન્દ્રિય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગ્રામવિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના વિકાસ કામોના અનેકવિધ કાર્યો ચાલુ કરાયા છે. તેમાં જળ તળ ઉંચા આવે તે ચિંતા પણ સરકારે કરી છે અને રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો દ્વારા જળસંચયને પ્રાધાન્ય આપી ચેકડેમો બનાવવા, તળાવ ઊંડા કરવા, વન તલાવડી નિર્માણ, નદીઓને પુનઃજીવિત કરવી, ચેકડેમ રિપેરિંગ, વન તળાવ જેવા કાર્યક્રમો આગામી દિવસો દરમ્યાન ચાલશે.

 પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે  રાજ્ય સરકારનું આ સુદૃઢ આયોજન

જેના થકી માનવદિન રોજગારી પણ ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે રાજ્યમાં સુજલામ સુફલામ યોજના વર્ષ 2018 માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કુલ 38331 કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં ગત ત્રણ વર્ષમાં કુલ-1998 જળસંચયના કામો પૂર્ણ કર્યા છે. એટલું જ નહિ અંદાજે રૂા. 200 કરોડના ખર્ચે ખેડા જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરાશે જેમાં જળસંચયના કામો પણ કરોડોના ખર્ચે હાથ ધરવામાં આવશે.જળ એ જીવન છે અને પરમાત્મા એ માનવ જાતને આપેલી મહામૂલી ભેટ છે. તેને વેડફી ન નાખીએ અને સાચવીએ તેવો અનુરોધ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે પ્રકારનું રાજ્ય સરકારનું આ સુદૃઢ આયોજન છે તેમાં લોકો પણ એટલા જ ભાગીદાર બને તેમ જણાવ્યું હતું.

જળસંચય યોજનાઓ થકી પાણીના તળ ઉંચા લાવવામાં સફળ રહ્યા

પાણી એ કુદરતી સ્ત્રોત છે એ પ્રભુના પ્રસાદ રૂપે મળેલી પ્રસાદી સમજીને પાણીનું ટીપેટીપું સંગ્રહિત થાય તે માટે રાજ્ય સરકાર ખુબ જ સંવેદનશીલ છે અને તેનું મહત્વ લોકોને પણ સમજાય તે માટે જનભાગીદારી થકી આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. તત્કાલિન મુખ્યમંત્રી  અને વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીની દીર્ધ દ્રષ્ટિ થકી આજે આપણે જળસંચય યોજનાઓ થકી પાણીના તળ ઉંચા લાવવામાં સફળ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં પણ સરકાર અને લોકોના સહયોગથી જળસંચયના અનેક કામો હાથ ધરવામાં આવનાર છે.

આ પણ વાંચો : સાબર ડેરીએ એક મહિનામાં બીજી વાર વધાર્યા દૂધના ખરીદ ભાવ, પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

આ પણ વાંચો : Dang: જિલ્લામાં 311 હનુમાન મંદિરોનું નિર્માણ થશે, સુરતના આ વ્યક્તિ બંધાવી રહ્યા છે મંદિર