વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ વખતે 1.5 લાખ કિલો મરચાંના અથાણાનો પ્રસાદ બનાવાશેઃ જાણો, શા માટે બનાવાય છે આવો પ્રસાદ

|

Jan 26, 2022 | 6:46 PM

સામાન્ય રીતે મંદિરમાં આપે શ્રીફળ ,લાડુ ,પેંડા ,મગસ ,બુંદી ,ગાંઠિયાનો પ્રસાદ જોયો હશે ,પણ ખેડા જીલ્લાના સ્વામીનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં મરચાના અથાણાનો પ્રસાદ આપવામાં આવે છે. કેવી રીતે તેયાર થાય છે આથેલા મરચા જુઓ આ અહેવાલમાં

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ વખતે 1.5 લાખ કિલો મરચાંના અથાણાનો પ્રસાદ બનાવાશેઃ જાણો, શા માટે બનાવાય છે આવો પ્રસાદ
Vadtal Swaminarayan temple

Follow us on

વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan temple) માં ચાલી આવતી પરંપરા મુજબ લીબુ-મરચાંના અથાણા (chilly pickle) ને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને આપવામાં આવે છે. શિયાળાની સીઝનમાં પાકા કાગદી લીંબુ અને મરચાંને આથવામાં આવે છે. ચાલુ વર્ષે અંદાજે 1.50 લાખ કિલો લીંબુ મરચાંનુ અથાણું તૈયાર કરાયું છે. જે બે માસ પછી મરચાના અથાણાને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને અપાશે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા (Tradition) મુજબ આજેય હરીભક્તોને આથેલાં મરચાનો પ્રસાદ આપવામાં આવે છે. વડતાલના આથેલા મરચાંનો અનોખો મહિમા પણ છે. મંદિરમાં આવતા ભકતો મંદિરમાં દાન આપે છે અને અથાણાનો પ્રસાદ તરીકે સ્વીકાર કરે છે.

વર્ષો પહેલા વડતાલના કૃષ્ણજીવનદાસજી સ્વામીએ વર્ષો સુધી મરચાંના અથાણા બનાવાની સેવા કરતા હતા. જેથી તેઓ સંપ્રદાયમાં અથાણાવાળા સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ક્યાંથી લાવવામાં આવે છે મરચા અને કઈ રીતે તેયાર કરવામાં આવે છે

આથેલા મરચાની વાત કરવામાં આવે તો શિયાળાની સીઝનમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સુરત સહિત અનેક સ્થળોએથી લાંબા-લીલા મરચાં લાવવામાં આવે છે. આ મરચાંને પાણીથી ધોયા બાદ પ્રતિ દિવસ 200 ઉપરાંત ભાઈ-બહેનો અને સ્વયંસેવકો ધ્વારા મરચાંને કાણાં પાડી લીંબુ-મીઠું-હળદરમાં ભેળવવામાં આવે છે અને અથાણા માટે તૈયાર કરેલ લાકડાની 100 ઉપરાંત કોઠીઓમાં ભરવામાં આવે છે. જેને બે માસ સુધી અથાવામાં આવે છે. ચાલુ વર્ષે ૯૦ હજાર કિલો મરચાં, ૩૦ હજાર કિલો લીંબુ, ૨૪ હજાર કિલો મીઠું અને ૩ હજાર હળદરનો ઉપયોગ કરીને કુલ ૧ લાખ ૪૭ હજાર કિલો અથાણું બનાવવામાં આવ્યું છે.

મરચાના અથાણાનો પ્રસાદ આપવાની શરૂઆત પાછળનું આ છે કારણ

વડતાલધામમાં અગાઉના સમયમાં શ્રદ્ધાળુ ભક્તો માટે જ્યારે ભોજનની સુવિધા ન હતી ત્યારે દૂરદૂરથી આવતા ભક્તો (Devotees) ધર્મસ્થાનનું નહીં જમવાનું એવી ભાવના રાખતા. આથી પોતાના ઘરેથી જ ઢેબરા સાથે લઈને આવતા. તેથી મંદિરમાંથી તેમને ઢેબરા કે રોટલા સાથે ખાઇ શકાય એવો પ્રસાદ આપવાનું વિચારાયું અને એ વિચારમાંથી જ અહીં મરચાંના અથાણાંના પ્રસાદની પરંપરા શરુ થઇ. આથી હરિભક્તો લીંબુ-મરચાના અથાણાનો પ્રસાદ લઈ ઢેબરાં અને અથાણાથી પેટ ભરીને જમી લેતા હતા.

આ પણ વાંચોઃ Winter 2022: કાતિલ ઠંડીથી ઠુઠવાવા રહેજો તૈયાર, અમદાવાદમાં બે દિવસ કોલ્ડવેવ, કચ્છ-નલિયામાં સિવિયર કોલ્ડવેવ રહેશે

આ પણ વાંચોઃ RBI એ સુરત અને રાજકોટની 3 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન થતાં લગાવાઈ ફટકાર

Published On - 1:56 pm, Tue, 25 January 22

Next Article