KHEDA : સ્વામિનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં રચાયો અનોખો વિશ્વવિક્રમ, જાણો શું છે આ WORLD RECORD

|

Dec 03, 2021 | 2:27 PM

આ અશક્ય લાગતા ભગીરથ કાર્યને શક્ય બનાવી દુઃખી દિવ્યાંગજનોના જીવનમાં સુખને પુનઃ પ્રસ્થાપિત કરવા 3 ડિસેમ્બરે હરિભક્તોની 31 સમિતિઓ બનાવવામાં આવી હતી. આ દિવસે દિવ્યાંગજનોને નિઃશુલ્ક કૃત્રિમ હાથપગ આપી દોડતા કરવા 180 ડૉક્ટર્સ, 50 નર્સ, અને 500 જેટલા સ્વંયસેવકો પોતાની સેવા આપી હતી. 

KHEDA : સ્વામિનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં રચાયો અનોખો વિશ્વવિક્રમ, જાણો શું છે આ WORLD RECORD
વડતાલ-સ્વામીનારાયણ સંસ્થા

Follow us on

KHEDA : ખેડાના વડતાલના સુપ્રસિદ્ધ સ્વામીનારાયણ સંસ્થાન દ્વારા વિશ્વ વિકલાંગ (દિવ્યાંગ) દિવસ( world disability day ) ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક વૈશ્વિક રેકોર્ડ (WORLD RECORD) પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. તો આ વિશ્વ વિકલાંગ (દિવ્યાંગ) દિવસના( world disability day ) વિશ્વ રેકોર્ડ અંગે વાંચો આ અહેવાલમાં.

વિશ્વ વિકલાંગ દિવસની વડતાલમાં અનોખી રીતે ઉજવણી કરાઇ

સમગ્ર વિશ્વમાં 3જી ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસ ( world disability day ) ઉજવી રહ્યું છે. સામાન્ય રીતે આ દિવસે જગતની અનેક સંસ્થાઓ એમના દુઃખમાં ભાગીદાર થવા અને એમને માનસિક પીઠબળ આપવા કાર્યક્રમ કરે છે. પણ વડતાલધામ આ વિશ્વ દિવ્યાંગ દિવસે એમના દુઃખમાં ભાગીદાર થવાને બદલે એમને સુખીયા કરવાનો પ્રયાસ કર્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

એક દિવસમાં જ એકસાથે 700 ઉપરાંત દિવ્યાંગ જનોને કૃત્રિમ હાથ પગ નિઃશુલ્ક લગાડવામાં આવ્યા

કોઈપણ કારણસર પોતાના હાથ કે પગ ગુમાવી ચૂકેલા 700 ઉપરાંત વ્યક્તિઓને વડતાલ સંસ્થાન અને શ્રી ગોકુલધામ, નાર, અમેરિકા સ્થિત ગ્રૂપ Helping Hand for Humanity ના આર્થિક સહયોગથી એકસાથે એકજ દિવસમાં નિઃશુલ્ક Hi-tech Prosthetic Limb એટલેકે કૃત્રિમ હાથ પગ લગાડી આપવામાં આવ્યા છે, આ વિશ્વની પહેલી ઘટના છે કે એકસાથે આટલી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોને નિઃશુલ્ક હાથ પગ લગાવી એમને સ્વાભિમાન સભર જિંદગી જીવવાની તક આપવાનો પ્રયાસ થયો હોય.

વિશ્વ દિવ્યાંગ દિવસની વડતાલમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

આજના આ કાર્યક્રમમાં “એક કદમ દિવ્યાંગ સેવા કી ઔર” ના સાક્ષી બનવા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી ઉપસ્થિત રહયા હતા.

આ અશક્ય લાગતા ભગીરથ કાર્યને શક્ય બનાવી દુઃખી દિવ્યાંગજનોના જીવનમાં સુખને પુનઃ પ્રસ્થાપિત કરવા 3 ડિસેમ્બરે હરિભક્તોની 31 સમિતિઓ બનાવવામાં આવી હતી. આ દિવસે દિવ્યાંગજનોને નિઃશુલ્ક કૃત્રિમ હાથપગ આપી દોડતા કરવા 180 ડૉક્ટર્સ, 50 નર્સ, અને 500 જેટલા સ્વંયસેવકો પોતાની સેવા આપી હતી.  આમ, વિકલાંગ દિવસની ઉજવણીને સ્વામીનારાયણ સંસ્થાન દ્વારા યાદગાર બનાવવામાં આવી હતી.

 

આ પણ વાંચો : Booster Dose Explained: Covishield ના બંને ડોઝ લીધા છે તો પછી બૂસ્ટર ડોઝ કોવેક્સીનનો લેવો જોઈએ કે વેક્સિન બદલી નાખવી જોઈએ, ખાસ વાંચો આ લેખ

આ પણ વાંચો : Last Solar Eclipse of 2021: સૂર્યગ્રહણ દરમિયાન આ મંત્રોના જાપ કરવાથી રાહુ-કેતુની અશુભ દ્રષ્ટિની અસર થશે દૂર

 

Next Article