Kheda: પોલીસ પરિસરમાં લાગી ભયંકર આગ, જપ્ત કરેલ વાહનો થઈ ગયા બળીને રાખ

| Edited By: | Updated on: Nov 07, 2021 | 8:13 AM

Kheda: ખેડા પોલીસ મથકમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પોલીસ પરિસરમાં આગ લાગવાના કારણે જપ્ત કરેલા વાહનો બળીને ખાખ થઇ ગયા હતા.

Kheda: ખેડા પોલીસ મથકમાં મોડી રાત્રે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પોલીસ પરિસરમાં જપ્ત કરેલા વાહનો રાખવામાં આવ્યા હતા. ત્યારે પરિસરમાં રાખવામાં આવેલા વાહનોમાં આગ લાગી ગઈ હતી. અને બધા વાહનો બળીને રાખ થઇ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં મુકેલા બાઈક, ટ્રક, કાર સહિતના વાહનો સળગ્યા હતા. આગને લઈને હાલ પ્રાથમિક તારણો આપવામાં આવી રહ્યા છે. કેમિકલ ભરેલા પીપના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની માહિતી સામે આવી છે.

તો અહીં આગમાં વાહનો ખાખ થઇ ગયા ત્યારે બી ગ્રેડ કક્ષાની ખેડા પાલિકા પાસે ફાયર બ્રિગેડની સુવિધા પણ ન હોવાનું સામે આવ્યું છે. જો કદાચ આ સુવિધા હોત તો આ પરિણામ આવ્યું ન હોત. સુવિધા ન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કાબૂમાં કરવા માટે નડિયાદ અને અસલાલીથી ફાયર ફાઈટર મંગાવાયા હતા. ત્યારેભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ફાયર સેફ્ટીના અભાવના કારણે તંત્ર વિવિધ સ્થળે દરોડા પાડીને કાર્યવાહી કરતું હોય છે. દંડ ફટકારતું હોય છે પરંતુ હવે સવાલ એ છે કે શું તંત્ર ખેડા પોલીસને તેમજ ખેડા નગરપાલિકાને દંડ ફટકારશે ? જો પોલીસ સ્ટેશનમાં ફાયર સેફ્ટી હોત તો આગે આટલું વિકરાળ સ્વરૂપ ન ધારણ કર્યું હોત. જો ખેડા પાલિકા પાસે પણ આગ બુઝાવવાની સગવડ હોત તો પણ આટલું નુકસાન ન થયું હોત.

 

આ પણ વાંચો: આ વ્યક્તિએ નામચીન ફિલ્મ કંપનીને ઈમેઈલ કર્યો, ‘અમદાવાદમાં રાફેલ દ્વારા બલાસ્ટ થવાનો છે’, જાણો પછી શું થયું

આ પણ વાંચો: કોરોના કાળનાં બે વર્ષ બાદ રવિવારે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, 36 રાજ્યના પ્રમુખો PM મોદી સાથે જોડાશે

Published on: Nov 07, 2021 07:17 AM