Kheda: પાણી સિવાયની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે આ ગામમાં, જાણો ડિજિટલ ડુમરાલ વિશે

|

Nov 28, 2021 | 10:58 PM

Kheda: રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીના ભણકારા હવે વાગી ગયા છે. ત્યારે આજે તમને બતાવીશું એવું ગામ જેને ડિજિટલ ગામ તરીકે ઓળખવામાં આવે છે.

Kheda: મારું ગામ.. મારી પંચાયતમાં વાત કરીશું એક એવા ગામની, જ્યાં પાણી (Water) સિવાય બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વાત છે ખેડા જિલ્લાના નડિયાદ પાસે આવેલા ડુમરાલ (Dumral) ગામની. જેને ડિજિટલ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામમાં રાજ્ય સરકારની જે ૪૩ જેટલી યોજનાઓ ઓનલાઈન કરવામાં આવેલી છે. જે તમામ યોજનાઓનો લાભ ડુમરાલ ગામના નાગરિકો મેળવી રહ્યા છે.

આ સિવાય શહેરોમાં હોય તેવી તમામ સુવિધાઓથી ડુમરાલ ગામ સજ્જ છે. રસ્તા, પંચાયતનું ભવ્ય મકાન અને તેમાં ગામના નાગરિકો માટે જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ છે. રહી ગઈ છે તો ફક્ત એક પાણીની સમસ્યા. જે આગામી સમયમાં ઉકેલાઈ જશે તેવો ગ્રામજનોનો દાવો છે.

તમને જણાવી દઈએ કે ખેડાના ડુમરાલ ગામની ગણના ડિજિટલ ગામ તરીકે થાય છે.  પરનું આ ગામમાં પાણી સિવાય તમામ જરૂરી સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ છે. તો રાજ્ય સરકારની ૪૩ જેટલી યોજનાઓ કે જે ઓનલાઈન કરાઈ છે. તેની સુવિધા અહીંયા મળે છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં સરકારની દરેક યોજનાનો અહી લાભ મળે છે. મોટાભાગના કામ ગામમાં જ થઇ જાય છે. માત્ર રહી ગઈ હતી પાણીની સમસ્યા. જે પંચાયતી ચૂંટણી બાદ કામ પૂર્ણ થવાનું છે.

 

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રોને લઈને AMA ના જોઇન્ટ સેક્રેટરીએ આપી ચેતવણી, જાણો શું કહ્યું

આ પણ વાંચો: EDએ એમેઝોન અને ફ્યુચર ગ્રૂપના વરિષ્ઠ અધિકારીઓને સમન્સ પાઠવ્યા, જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવાનો આપ્યો નિર્દેશ

Next Video