Kheda: વિશ્વ મહિલા દિવસની ઉજવણી આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોએ શોષણ પ્રતિકાર દિવસ તરીકે કરી

|

Mar 08, 2022 | 2:58 PM

ખેડા જિલ્લાની આશા વર્કર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી ખેડા કલેકટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી ઇનસેન્ટીવ પ્રથાનો વિરોધ કરી ઈન્સેન્ટિવ, માનદ વેતન,ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટ સોર્સની લાખો મહિલાઓનું શોષણ થઇ રહ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.

Kheda:  વિશ્વ મહિલા દિવસની ઉજવણી આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોએ શોષણ પ્રતિકાર દિવસ તરીકે  કરી
ખેડા જિલ્લાની આશા વર્કર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી ખેડા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો.

Follow us on

આજે આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ છે. ગુજરાત અને કેન્દ્રની સરકાર એક દિવસ પુરતુ મહિલાઓનું સન્મન કરી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસને આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોએ શોષણ પ્રતિકાર દિવસ તરીકે ઉજવણી કરી હતી, જેમાં ખેડા જિલ્લાની આશા વર્કર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી ખેડા કલેકટર કચેરી ખાતે પહોંચી ગુજરાત સરકારની મુખ મેં રામ ઔર બગલ મેં છુરીની દોહરી કુનીતિના ભારે સૂત્રોચ્ચાર કરી ઇનસેન્ટીવ પ્રથાનો વિરોધ કર્યો હતો. મહિલા વિકાસના અને સન્માનના બણગા ફૂંકનાર ગુજરાત સરકારના રાજમાં ઈન્સેન્ટિવ, માનદ વેતન,ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટ સોર્સની લાખો મહિલાઓનું શોષણ થઇ રહ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.

એક તરફ આઠ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસે રાજય સરકાર દ્વારા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું અને મહિલા વિકાસની મોટી મોટી ગુલાબાંગો ફેંકવામાં આવી જ્યારે બીજી તરફ આજ રોજ વિશ્વ મહિલા દિવસે ખેડા જિલ્લાની આશા વર્કર અને આશા ફેસીલીટેટર બહેનો કલેક્ટર કચેરી ખાતે પહોંચી જઈ માટે કાળી પટ્ટી ધારણ કરી ને શોષણ પ્રતિકાર દિવસ તરીકે ઉજવી ને ગુજરાત સરકારની શોષણ ભરી નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું હતું કે ફક્ત વિશ્વ મહિલા દિવસે, એક દિવસ પુરતું સગવડિયું સન્માન કરવાથી મહિલાઓનું સશક્તિકરણ થઈ જતું નથી. મહિલાઓ શસક્ત ત્યારે બનશે કે જ્યારે એ ખુદ આર્થિક, શૈક્ષણિક, સામાજિક અને રાજકીય રીતે મજબૂત હશે. પણ અહીંયા હકીકતમાં તો ગુજરાતની હજારો આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો પાસે રાત દિવસ તનતોડ મહેનત કરાવવામાં આવે છે અને એના બદલામાં મામૂલી ઈન્સેન્ટિવ આપીને આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે કે બિલકુલ ગેરબંધારણીય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તેમણે એમ પણ કહ્યું કે ઈન્સેન્ટિવ, કોન્ટ્રાક્ટ માનદ વેતન,ફિક્સ પગાર અને આઉટ સોર્સનાં રૂપાળા નામ પાછળ લાખો મહિલાઓનું પણ શોષણ કરી ને સરકાર પોતાનો કદરૂપો ચેહરો પણ છુપાવી રહી છે. જોકે આ લાખો મહિલાઓનાં બંધારણીય અધિકાર પર તરાપ મારનારને કોઈ પણ ચમરબંધી હશે એને અમે કોઈ કાળે બક્ષિશું નહીં. આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનોને તેમજ માનદ વેતન, ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સમાં કામ કરનાર મહિલાઓને પ્રસુતિની રજાઓ સુદ્ધાં પણ આપવામાં આવતી નથી. તો પછી આવું ઉપર છલ્લું મહિલાઓનું સન્માન શું કામનું?

તેમણે કહ્યું કે એટલે જ આજે ગુજરાત સરકારની દોહરી નીતિનો પર્દાફાશ કરવા આજના વિશ્વ મહિલા દિવસ ને શોષણ પ્રતિકાર દિવસ તરીકે ઉજાગર કરીને મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ગુજરાતનાં દરેક જિલ્લામાં મહિલા શક્તિ સેનાનાં નેજા હેઠળ કલેકટર કચેરી ખાતે માથે કાળી પટ્ટી ધારણ કરી, પ્લે કાળ સાથે દેખાવો કરી ભારે સૂત્રોચ્ચાર કરીને પોતાના અધિકાર પર તરાપ મરનાર શોષણ ખોર સરકારનાં મહિલા સન્માન અને શક્તિ કરણના દાવાની પોલ ખુલ્લી કરી હતી.

વધુમાં ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું હતું કે ખરેખર સરકાર મહિલાઓનું સન્માન કરવા માગતી હોય તો આરોગ્યના પાયા સમાન આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ને ઇન્સેન્ટિવ જેવી શોષણ ભરી નીતિઓથી મુક્ત કરી બંધારણીય અધિકાર સમાન કામ સમાન વૈતન અને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવો જોઈએ. આ તમામ બહેનો માટે વર્ગ ચારનું મહેકમ ઊભું કરી કાયમી કર્મચારી બનાવે, જો ખરેખર સાચા મનથી મહિલાઓનું સન્માન કરવું હોય તો ઈન્સેન્ટિવ, કોન્ટ્રાક્ટ, માનદ વેતન, આઉટ સોર્સ, ફિક્સ પગાર જેવી ગેરબંધારણીય નીતિઓ બંધ કરીને જ્યારે પ્રત્યેક મહિલા કર્મચારીઓને સમાન કામ સમાન વેતન ચૂકવવામાં આવશે ત્યારે જ વિશ્વ મહિલા દિવસ ઉજવીને મહિલાઓનું સાચું સન્માન કર્યું કહેવાશે.

જો આવનાર સમયમાં ગુજરાત સરકાર દ્વારા આ તમામ આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનોને શોષણથી મુક્ત કરી એમનો બંધારણીય અધિકાર લઘુતમ વેતન આપવામાં નહીં આવે તો ગાંધીનગર તરફ કૂચ કરતા અમે લેસ માત્ર ખચકાશું નહીં તેમ મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Surat: દારૂ ઘૂસાડવા ખેપિયાઓએ ગજબનો આઇડિયા અજમાવ્યો, પોલીસે દોરામાં સંતાડાયેલો દારૂ પકડી પાડ્યો

આ પણ વાંચોઃ Internation Womens Day: છોટાઉદેપુરની આ મહિલા બની પેડ વુમન, આદિવાસી મહિલાઓને રોજગારી આપવા સાથે આ રીતે ફેલાવી રહી છે જાગૃતિ

Next Article