કાવતરાના ભાગરૂપે જમીન વિહોણા બનવાના આક્ષેપ સાથે ખેડૂતે જાહેર રસ્તા ઉપર ન્યાયની ભીખ માંગી

|

Oct 02, 2020 | 5:24 PM

સમગ્ર દેશમાં કૃષિ બિલને લઈ ઠેર ઠેર થઈ રહેલા પ્રચંડ વિરોધ વચ્ચે ભરૂચમાં કાવતરાના કારણે જમીનવિહોણા બનવાના આક્ષેપ સાથે ખેડૂતે મુખ્ય રસ્તા ઉપર બેસી ન્યાયની ભીખ માંગી તંત્રનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળવાના આરોપ સાથે આ પગલું ભર્યું હતું. જેણે વકીલની ફી […]

કાવતરાના ભાગરૂપે જમીન વિહોણા બનવાના આક્ષેપ સાથે ખેડૂતે જાહેર રસ્તા ઉપર ન્યાયની ભીખ માંગી

Follow us on

સમગ્ર દેશમાં કૃષિ બિલને લઈ ઠેર ઠેર થઈ રહેલા પ્રચંડ વિરોધ વચ્ચે ભરૂચમાં કાવતરાના કારણે જમીનવિહોણા બનવાના આક્ષેપ સાથે ખેડૂતે મુખ્ય રસ્તા ઉપર બેસી ન્યાયની ભીખ માંગી તંત્રનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળવાના આરોપ સાથે આ પગલું ભર્યું હતું. જેણે વકીલની ફી માટે લોકો પાસેથી ભીખ પણ લીધી હતી. સુરતના વલથાન અને કઠોદરા ખાતે અંદાજે 11 વીઘા જમીન બોગસ દસ્તાવેજોથી વેચી મારવામાં આવી હોવાનો ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે. જમીન પાછી મેળવવા ખેડૂત ચંદુભાઈ રોજાહરાએ તંત્રમાં ફરિયાદોનો દોર ચલાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પંચાયતથી લઈ વડાપ્રધાન સુધી ફરિયાદો કરવા છતાં ન્યાય ન મળતા ખેડૂત હતાશ થયો છે. ચંદુભાઈએ આજરોજ ભરૂચના સ્ટેશન ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે જાહેર રસ્તા ઉપર બેસી ન્યાયની ભીખ માંગતા લોકોમાં કુતૂહલ ઉભું થયું હતું. સરકારનું ધ્યાન ખેંચવાના પ્રયાસ સામે પોલીસે જાહેરમાં ન્યાયની ભીખ માંગી વિરોધ નોંધાવનાર ખેડૂત ચંદુભાઈ રોજહરાની અટકાયત કરી હતી. ખેડૂત ચંદુભાઈ રોજાહરાએ જણાવ્યું હતું કે બે ત્રણ વર્ષથી લડાઈ લાડુ છું, મેં રાષ્ટ્રપતિથી તમામને વિનંતી કરી છતાંય મારી FIR કોઈ દાખલ કરતુ નથી. મારુ કોઈ સાંભળતુ નથી. ન્યાય નહીં મળે તો આત્મહત્યા માટે પરવાનગી માંગીશ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article