કનોડિયા બ્રધર્સને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી સન્માન અપાયુ, હિતુ કનોડિયાએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ સ્વીકાર્યા

|

Nov 11, 2021 | 3:25 PM

9 નવેમ્બરે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત આવ્યા હતા. એવોર્ડ સ્વીકારવા તેમના વતી હિતુ કનોડિયા દિલ્લી ગયા હતા. જેમણે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.

ગુજરાતી ફિલ્મોની સુપરસ્ટાર જોડી કનોડિયા બ્રધર્સને મરણોત્તર સન્માન આપવામાં આવ્યું છે. 9 નવેમ્બરે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત આવ્યા હતા. એવોર્ડ સ્વીકારવા તેમના વતી હિતુ કનોડિયા દિલ્લી ગયા હતા. જેમણે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા. આજે તેઓ દિલ્લીથી ટ્રેનમાં પરત ફરતા કાલુપુર રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું છે. કનોડિયા બ્રધર્સના ચાહકોએ હિતુ કનોડિયાને વધાવી લીધા. હિતુ કનોડિયાએ કેન્દ્ર સરકાર સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો.

ઉલ્લેખનીય છે કે નરેશ -મહેશની જોડીએ ગુજરાતી ફિલ્મોમાં એક આગવી ઓળખ ઉભી કરી હતી.અને વર્ષો સુધી ગુજરાતી ચિત્રપટ પર રાજ કર્યું હતું. અભિનેતા સ્વર્ગસ્થ નરેશ કનોડિયાને મળેલા એવોર્ડ પર નજર કરીએ તો, 2012માં દાદાસાહેબ ફાળકે અકાદમી એવોર્ડ, 1974-75માં ફિલ્મ “તાનારીરી’ માટે શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ, 1980-81માં ફિલ્મ “જોગ સંજોગ’ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે એવોર્ડ, 1980-81માં “જોગ સંજોગ’ ફિલ્મ માટે શ્રેષ્ઠ નિર્માતા તરીકેનો એવોર્ડ, 1980-81માં “જોગ સંજોગ’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ, 1991-92માં ફિલ્મ “લાજુ લાખણ’ માટે શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ મળ્યો હતો.

નોંધનીય છેકે તાજેતરમાં કનોડિયા બ્રધર્સનું એક બાદ એક નિધન થયું હતું. જેમની મોટી ખોટ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પડી હતી. તેમના ગુજરાતી રંગભૂમિમાં યોગદાન બદલ કનોડિયા બ્રધર્સને સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : પાકિસ્તાનથી આવેલા 63 હિંદુ બંગાળી પરિવારને યુપીમાં જમીન મળશે, સરકાર ઘર બનાવવા માટે આર્થિક મદદ પણ કરશે

Published On - 3:24 pm, Thu, 11 November 21

Next Video