અમદાવાદમાં કામા એવોર્ડ 2019નું આયોજન, ગુજરાતી, બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોનું સન્માન

|

Dec 14, 2019 | 5:41 PM

અમદાવાદમાં એસ.જી હાઈ-વે પર એક કલબ ખાતે ગુજરાત ટુરીઝમ દ્વારા કામા એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, બૉલીવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકારો એક મંચ પર જોવા મળ્યા. જ્યાં 20 કરતા વધુ કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પણ વાંચોઃ MGVCL, DGVCL અને PGVCLમાં વિદ્યુત સહાયકો અને ક્લાર્કની ભરતી રદ કરાઈ Web Stories […]

અમદાવાદમાં કામા એવોર્ડ 2019નું આયોજન, ગુજરાતી, બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોનું સન્માન

Follow us on

અમદાવાદમાં એસ.જી હાઈ-વે પર એક કલબ ખાતે ગુજરાત ટુરીઝમ દ્વારા કામા એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, બૉલીવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકારો એક મંચ પર જોવા મળ્યા. જ્યાં 20 કરતા વધુ કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ પણ વાંચોઃ MGVCL, DGVCL અને PGVCLમાં વિદ્યુત સહાયકો અને ક્લાર્કની ભરતી રદ કરાઈ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સિનેમેટિક-આર્ટ-મ્યુઝીક અને એપ્રિશિયશન ક્ષેત્રે બે વર્ષથી કાર્યરત કલાકારોને કામા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ત્યારે ત્રીજા વર્ષે આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજા વર્ષના એવોર્ડમાં બૉલીવુડ કલાકારોને પણ જોડવામાં આવ્યા હતા. આયોજકનું માનવું છે કે, ચર કે રક જ મંચ પર બે ઇન્ડસ્ટ્રીના લોકો ભેગા થતા બંને ઈન્ડસ્ટ્રીને તેનો લાભ થશે. અને દર્શકોને કઈંક નવું જોવા મળશે. આ એવોર્ડ સમારોહમાં બોલિવુડ સેલિબ્રિટી કરણ વાહી સાથે ગુજરાતી કલાકાર મનન દેસાઈએ હોસ્ટ કર્યો. આ સમારોમાં 20થી વધુ સેલિબ્રિટીને કામા એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.

આ સમારોહમાં ટી-સિરીઝના તુલસી કુમારના પરોર્મન્સે ખાસ આકર્ષણ ઉભું કર્યું હતું. તો સાથે ફેમસ કોમેડી શોની બે બહેનો ચીંકી મીન્કીએ પણ લોકોને ખૂબ હસાવ્યા. અયોજકોનું એ પણ માનવું છે કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બોલિવૂડ સાથે કનેક્ટ કરી ગુજરાત અને ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવાની સાથે ગુજરાત ટુરિઝમને પણ પ્રમોટ કરવાનો ઉદ્દેશ આ સમારોહનો છે.

આ ઉપરાંત જે લોકો સામાજિક કાર્યો અને બિઝનેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેવા મહાનુંભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું. જે એવોર્ડ સમારોહમાં તુલસી કુમાર, કરણ વાહી, મુદસ્સર ખાન, અનુપ સિંહ ઠાકોર, ચીંકી-મીંકી, મનન દેસાઈ, હેલારો ફિલ્મના ડાયરેકટર અભિષેક શાહ, સિંગર પ્રતિભાસિંઘ બઘેલ સહિત કલાકારો હાજર રહ્યા. અને એવોર્ડ આપી સન્માનિત કરાયા. જેમાં મોટા ભાગના કલાકારોએ ટીવી નાઈન સાથે ખાસ વાત કરી અને પોતાના અનુભવ જણાવ્યા.

Next Article