‘કળિયુગના શ્રવણ’: સુરતના નિરાધાર વૃદ્ધોને વિનામૂલ્ય ટિફિન સેવા આપે છે આ સેવાભાવી લોકો

|

Sep 25, 2020 | 5:26 PM

આજના કળિયુગના સમયમાં કોઈપણ દંપતિ શ્રવણ જેવા દિકરાની ઈચ્છા રાખે છે, કારણ કે શ્રવણે માતાપિતાની કરેલી સેવાથી કોઈ અજાણ નથી. શ્રવણને પોતાના વૃદ્ધ માતાપિતાની જે સેવા કરી હતી તેનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે પણ આજના સમયમાં આવા શ્રવણ ભાગ્યે જ જોવા મળે છે. તેવામાં સુરતના વરાછા વિસ્તારના કેટલાક સેવાભાવી લોકો દ્વારા આ જ […]

કળિયુગના શ્રવણ: સુરતના નિરાધાર વૃદ્ધોને વિનામૂલ્ય ટિફિન સેવા આપે છે આ સેવાભાવી લોકો

Follow us on

આજના કળિયુગના સમયમાં કોઈપણ દંપતિ શ્રવણ જેવા દિકરાની ઈચ્છા રાખે છે, કારણ કે શ્રવણે માતાપિતાની કરેલી સેવાથી કોઈ અજાણ નથી. શ્રવણને પોતાના વૃદ્ધ માતાપિતાની જે સેવા કરી હતી તેનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે પણ આજના સમયમાં આવા શ્રવણ ભાગ્યે જ જોવા મળે છે. તેવામાં સુરતના વરાછા વિસ્તારના કેટલાક સેવાભાવી લોકો દ્વારા આ જ શ્રવણના નામથી ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વ્યવસાયે બિલ્ડર પ્રકાશ ભાલાણી અને તેમના મિત્રો દ્વારા આ શ્રવણ ટિફિન સેવા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે. આ ટિફિન સેવા શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર એ જ વિચારીને કરવામાં આવ્યો હતો કે સુરતમાં એકલા રહેતા કોઈપણ વૃદ્ધ મા-બાપ ભૂખ્યા ન રહે. આ સંસ્થા દ્વારા આવા લોકોનો સંપર્ક સાધીને તેમને ઘર બેઠા ગરમ ભોજન પીરસવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં 14 ટિફિનથી શરૂ કરેલી સેવા આજે 140 સુધી પહોંચી ગઈ છે. મહત્વની વાત તો એ છે કે કોરોના અને લોકડાઉનના આ સમયમાં પણ શ્રવણ ટિફિન સેવા અવિરત ચાલુ રહી છે. શ્રમિકોને વતન વાપસી કરાવનાર સોનુ સુદની દેશ આખામાં વાહવાહી થઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે પ્રકાશ ભાલાણીને તેમના મિત્રો આ કાર્ય બદલ સુરતના સોનુ સુદ તરીકે બિરદાવે છે, જે વૃદ્ધ મા-બાપ માટે શ્રવણ જેવા જ દિકરા સાબિત થયા છે તો બીજી તરફ આ સેવાનો લાભ લેનાર વૃદ્ધ મા-બાપ પણ આ દિકરાઓને આશીર્વાદ આપતા થાકતા નથી. કોઈક કારણોસર આજે તેઓ પરિવાર સાથે રહી શકતા નથી. એવામાં જીવવા માટે સમયસર ભોજન પીરસતા આ દિકરા તેમના માટે શ્રવણ જેવા જ લાગે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article