કચ્છના કાળમુખા ભૂકંપને આજે થયા 22 વર્ષ, વડાપ્રધાન મોદી દ્વારા બનાવેલું સ્મૃતિવન લોકોના દિલમાં વસી ગયું, જાણો શું છે અત્યારે કચ્છની સ્થિતિ

|

Jan 26, 2023 | 2:17 PM

26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે, કચ્છને કાટમાળમાં ફેરવી નાખ્યું હતું. ગોઝારા ભૂકંપમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં સરકારે કચ્છના ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરાવ્યું છે.

કચ્છના કાળમુખા ભૂકંપને આજે થયા 22 વર્ષ, વડાપ્રધાન મોદી દ્વારા બનાવેલું સ્મૃતિવન લોકોના દિલમાં વસી ગયું, જાણો શું છે અત્યારે કચ્છની સ્થિતિ
Today it has been 22 years since the Kaalmukha earthquake of Kutch

Follow us on

કચ્છમાં આવેલાવિનાશક ભૂકંપને આજે 22 વર્ષ થયા છે. જે 26 જાન્યુઆરી 2001નો દિવસ ગુજરાતના લોકો માટે કાળમુખો હતો. ગુજરાતના કચ્છમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી. ત્યાં જ અચાનક ભૂકંપ આવતા કચ્છની દિશા અને દશા સંપૂર્ણ પણે બદલાઈ ગઈ હતી. લોકોના ઘર, ઓફિસ, સરકારી કચેરીઓ ક્ષણભરમાં ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપમાં કેટલાક લોકો સિમેન્ટ અને પથ્થરના કાટમાળમાં પોતાના પરિવારજનોને શોધતા હતા. તો ત્યાં જ અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અનેક લોકોના મૃતદેહ પણ દટાઈ ગયા હતાં. 22 વર્ષ પહેલા આ દિવસે 7.7 તીવ્રતાથી કચ્છની ધરા ધ્રુજાવી હતી અને અનેક લોકોના ઘરને કાટમાળમાં ફેરવી નાખ્યાં હતાં.

આ પણ વાંચો : Ahmedabad: આધાર કાર્ડમાં નામ બદલવા માટે મહિલા કાઉન્સલીરના ડુપ્લીકેટ સ્ટેમ્પ વપરાતા હોવાનું કૌભાંડ, ફરિયાદને આધારે કાર્યવાહી કરાઇ

26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે, કચ્છને કાટમાળમાં ફેરવી નાખ્યું હતું. ગોઝારા ભૂકંપમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં સરકારે કચ્છના ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરાવ્યું છે. જેનું લોકાર્પણ ગત 28 ઓગસ્ટ 2022ના દિવસે કરવામાં આવ્યું હતું. અહીં 20 જાન્યુઆરી સુધીના માત્ર ચાર મહિનાના ગાળામાં જ 2 લાખ 80 હજાર લોકોએ સ્મારકની મુલાકાત લીધી હતી. જ્યારે 1 લાખ 10 હજારથી વધુ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

જાણીતી હસ્તીઓએ મ્યુઝિયમ મુલાકાત લીધી

ખ્યાતનામ દિગ્ગજોએ ભુજિયા ડુંગર પર નિર્માણ કરાયેલા આ મ્યુઝિયમની પ્રશંસા કરી છે. તેમાં જાણીતા રાજનેતાઓ, સશસ્ત્ર દળના અધિકારીઓ, સફળ સીઇઓ, ક્રિકેટર્સ, અભિનેતાઓ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, આરબીઆઇના ગવર્નર અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે.

470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ

ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. અહીં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે જેમાં 3 લાખ વૃક્ષો છે. તે સિવાય 50 ચેકડેમ છે, જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મુકવામાં આવી છે. તે સિવાય સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે.

ભૂકંપનો અનુભવ કરવા માટે વિશેષ થિયેટર

2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હરપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલીન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવવામાં આવી છે.

Next Article