Tender Today : ભચાઉના કંથકોટમાં આવેલા ગ્રાસ ગોડાઉનમાં કન્સ્ટ્રકશનના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

ભૂજના કોલેજ રોડ પર આવેલા સ્મીથ બંગલામાં ચાલતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા આ ટેન્ડરની (tender) જાહેરાત કરવામાં આવી છે. ભચાઉના કંથકોટમાં આવેલા ગ્રાસ ગોડાઉનમાં કન્સ્ટ્રકશનના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

Tender Today : ભચાઉના કંથકોટમાં આવેલા ગ્રાસ ગોડાઉનમાં કન્સ્ટ્રકશનના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Aug 29, 2023 | 3:27 PM

Kutch : ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ભૂજના કોલેજ રોડ પર આવેલા સ્મીથ બંગલામાં ચાલતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા આ ટેન્ડરની (tender) જાહેરાત કરવામાં આવી છે.

ભચાઉના કંથકોટમાં આવેલા ગ્રાસ ગોડાઉનમાં કન્સ્ટ્રકશનના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. સ્પેશિયલ કેટેગરી-3 (મકાન) કે તેથી ઉપર અને વર્ગ-બી કે તેથી ઉપરની ઇજારદારની કક્ષા હોવી જરુરી છે.

આ પણ વાંચો-  Tender Today : બોરસદ નગરપાલિકામાં વોટર વર્ક્સ આધારિત પાણી પુરવઠા યોજના માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ 46.78 લાખ રુપિયા છે. આ કામના ટેન્ડર 28 ઓગસ્ટ 2023થી 13 સપ્ટેમ્બર 2023 સુધી વેબસાઇટ પર જોઇ શકાશે.વધારે માહિતી પણ વેબસાઇટ rnb.nprocure.com ઉપર જોવા મળી શકશે.ઓનલાઇન ટેન્ડર માટે ટેન્ડર સંલગ્ન તમામ દસ્તાવેજો ફરજીયાત પણે ઓનલાઇન સ્કેન કરવાના રહેશે. આ કામના ટેન્ડર મંજુર/નામંજુર કરવાનો અધિકાર અબાધિત રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 2:43 pm, Tue, 29 August 23