Kutch: વિકાસના શપથ સાથે મોથાળા ગામમાં સરપંચ અને સભ્યોએ સુકાન સંભાળ્યુ

|

Jan 08, 2022 | 7:14 AM

એક નાનકડા ગામના સુકાનીઓએ આ રીતે ગ્રામજનોના હિત માટે જાહેરમાં શપથવિધિ લીધી હોય તેવો આ સંભવત પ્રથમ પ્રસંગ છે. મોથાળા ગામમાં ચૂંટાયેલા સરપંચ વિવેક કિશોર ડાભી એક ધારાશાસ્ત્રી છે.

Kutch: વિકાસના શપથ સાથે મોથાળા ગામમાં સરપંચ અને સભ્યોએ સુકાન સંભાળ્યુ

Follow us on

ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election)નું પરિણામ જાહેર થયા બાદ જુદા જુદા ગામના સરપંચ અને સભ્યોએ જીતની ખુશીમાં જાહેરમાં સરઘસ કાઢીને પોતાના પદ સંભાળ્યા છે. જો કે કચ્છના અબડાસા (Abdasa)ના મોથાળા ગામમાં કંઈક અલગ બન્યુ છે. મોથાળા ગામ (Mothala village)ના ચૂંટાયેલા સભ્યોએ સરઘસ નહીં શપથગ્રહણ સાથે પોતાનું સુકાન સંભાળ્યુ છે.

વિધાનસભાના અધ્યક્ષની હાજરીમાં શપથ

”હુ કોઈ પણ લોભ-લાલચ પ્રલોભનમાં આવ્યા વગર ગામનો વિકાસ કરીશ ,લોકોની સેવામાં કર્તવ્ય નિષ્ઠ રહીશ” આ શપથ કોઈ ધારાસભ્યએ નહીં, પરંતુ કચ્છના એક નાનકડા ગામના સરપંચ અને ચૂંટાયેલા સભ્યોએ લીધા છે.

મોથાળા ગામે ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સરપંચ તથા તેના સભ્યોએ જાહેરમાં એક શપથ કાર્યક્રમ યોજીને પોતાના પદનું સુકાન સંભાળ્યુ હતુ. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા સરપંચ અને સભ્યોને શપથ લેવડાવ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એક નાનકડા ગામના સુકાનીઓએ આ રીતે ગ્રામજનોના હિત માટે જાહેરમાં શપથવિધિ લીધી હોય તેવો આ સંભવત પ્રથમ પ્રસંગ છે. મોથાળા ગામમાં ચૂંટાયેલા સરપંચ વિવેક કિશોર ડાભી એક ધારાશાસ્ત્રી છે. એક શિક્ષિત વ્યક્તિને ચૂંટીને ગામમાં વિકાસના કોલ સાથે લેવાયેલા આ શપથ ગ્રહણ સમારંભની લોકોએ પ્રશંસા કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ગામની પુલ અને ગટરના કામોની મારી પાસે માગણી આવી છે તેેને હકારાત્મક રીતે પૂર્ણ કરી દેવાશે. તેમણે ગ્રામજનોને કહ્યું કે, હવે આવેદન નહીં નિવેદનનો સમય આવ્યો છે. તેમણે કહ્યું કે હવે ગ્રામજનોએ પોતાના પ્રશ્નોને લઈને અધિકારીઓ પાસે જવાની જરુર રહેશે નહીં, કારણ કે અધિકારીઓ જ તમારી પાસે પ્રશ્નો સાંભળવા આવશે.

શપથગ્રહણ કાર્યક્રમમાં હાજર રહેલા અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે મોથાળા-કનકાવતીના રોડનો પ્રશ્ન પણ હલ થયો છે અને જરૂરી તમામ વિકાસ માટે સરકાર મદદ કરશે. શપથગ્રહણ સમારોહમાં મોથાળા ગામના સરપંચ સહિત તમામ સભ્યોએ ગામની સમસ્યાના ઉકેલ તથા વિકાસ માટે બનતુ બધુ જ કરવાની ગ્રામજનોને ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad: હોટેલ ઈન્ડસ્ટ્રીને થશે કરોડોનું નુકસાન, વાયબ્રન્ટ સમિટ રદ થતાં કરોડોના બૂકિંગ કેન્સલ થયા

આ પણ વાંચોઃ Mandi: જુનાગઢના વિસાવદર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5980 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Next Article