Railway News : પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો વિગત

|

Apr 20, 2023 | 8:37 AM

પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર 27 એપ્રિલથી 29 જૂન સુધી સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે.

Railway News : પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો વિગત

Follow us on

પશ્ચિમ રેલવે ગાંધીધામ -બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવા જઇ રહી છે. મહત્વનુ છે કે, પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર 27 એપ્રિલથી 29 જૂન સુધી સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે

ટ્રેન નંબર 09416/09415 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વીકલી સ્પેશિયલ [20 ટ્રીપ્સ] ટ્રેન નંબર 09416 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશ્યલ ગાંધીધામથી દર ગુરુવારે 00.30 કલાકે ઉપડી 06.00 કલાકે અમદાવાદ પહોંચશે અને તે જ દિવસે 13.05 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે આ ટ્રેન 27 એપ્રિલથી 29 જૂન 2023 સુધી ચાલશે.

ભચાઉ થી સુરત સહિતના લોકોને થશે લાભ

આવી જ રીતે, ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 15.50 કલાકે ઉપડશે અને 22.35 કલાકે અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે 04.15 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 27 એપ્રિલથી 29 જૂન 2023 સુધી ચાલશે. મહત્વનું છે કે, આ ટ્રેન બંને તરફ ભચાઉ, સામાખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના જનરલ કોચ હશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : 50,907 નંગ હીરાથી બનેલી સૂર્યમુખી ડિઝાઈનની વીંટીને ગીનિસ બૂકમાં મળ્યુ સ્થાન, જાણો શું છે તેની ખાસિયત

ટ્રેન નંબર 09416 અને 09415 માટેનું બુકિંગ 21 એપ્રિલ, 2023થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સંચાલન,સમય,વિરામ અનેર રચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અન્ય વિવિધ ટ્રેનોની પણ શરૂઆત

આ સાથે પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-ભુજ, ભાવનગર બાંદ્રા અને રાજકોટ વચ્ચે પણ 3 ટ્રેનો શરૂ કરાઇ છે.  ઉનાળુ સ્પેશિયલ ટ્રેન નંબર  09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ 7 એપ્રિલ 2023થી 30 જૂન 2023 સુધી દરરોજ ભુજથી 06:50 વાગ્યે પ્રસ્થાન કરી એજ દિવસે 13:30 વાગ્યે સાબરમતી પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, માળિયા મિયાણા, સામાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09456ને આદિપુર સ્ટેશન પર વધારાનું રોકાણ આપવામાં આવ્યું છે. આ ટ્રેનમાં સ્લીપર શ્રેણી અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article