PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદીએ કચ્છ-ભૂજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કર્યુ, 182 ગામની ખેતીલાયક જમીનને મળશે સિંચાઈની સુવિધા

વડાપ્રધાને કચ્છ માટે એક મહત્વનો પ્રકલ્પ એટલે, કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ – ભુજ બ્રાંચ કેનાલનું (Kutch- Bhuj branch cannel) લોકાર્પણ કર્યુ છે.

PM Modi Gujarat Visit:  વડાપ્રધાન મોદીએ કચ્છ-ભૂજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કર્યુ, 182 ગામની ખેતીલાયક જમીનને મળશે સિંચાઈની સુવિધા
કચ્છ–ભુજ બ્રાંચ કેનાલનું વડાપ્રધાને લોકાર્પણ કર્યુ
| Edited By: | Updated on: Aug 28, 2022 | 3:16 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે કચ્છ મુલાકાત દરમિયાન કચ્છ (Kutch) જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ આપી છે. વડાપ્રધાને કચ્છ માટે એક મહત્વનો પ્રકલ્પ એટલે, કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ – ભુજ બ્રાંચ કેનાલનું (Kutch- Bhuj branch cannel) લોકાર્પણ કર્યુ છે. રૂપિયા 1,745 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ નર્મદા નહેરની વિશેષતા અને તેનાથી થતા લાભની વાત કરીએ તો આ કેનાલને કારણે 948 ગામોને મોટો ફાયદો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ–ભુજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કર્યુ

  1. કચ્છ- ભૂજ બ્રાંચ કેનાલનો થશે ફાયદો
  2. કચ્છના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન
  3. 182 ગામના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધુ વિસ્તારને મળશે સિંચાઈનો લાભ
  4. શાખા નહેરની કુલ લંબાઈ 357.185  કિ.મી.
  5. નહેરની વહનક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડ
  6. રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી થાય છે પસાર
  7. ડિઝાઈન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ભૂકંપપ્રૂફ કેનાલનું નિર્માણ
  8. કેનાલમાંથી પણ વીજ ઉત્પાદન કરવાનું આયોજન
  9. 3  ફોલ અને 3  પમ્પિંગ સ્ટેશન સાથેની અદભૂત એન્જિનિયરિંગ તકનીક
  10. વોટર કેનાલ બેડ પાવર હાઉસથી થશે 23 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન
  11. અભયારણ્યમાં ઘુડખર કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ
  12. ઘુડખરની સુરક્ષા માટે કેનાલની બંને બાજુ બેરીકેડીંગ-ફેન્સીંગ
  13. કેનાલના પાણીથી ખાસ ક્ચ્છ જિલ્લાના ખેડૂતોને થશે લાભ

કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગશે: PM મોદી

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધતા જણાવ્યુ હતુ કે,  2001ની તબાહી બાદ કચ્છમાં થયેલુ કામ અકલ્પનીય હોવાનું લોકો માની રહ્યા છે. આજે કચ્છના વિકાસને લગતા રૂ. 4,000 કરોડથી વધુના અન્ય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાણી, વીજળી, રસ્તા અને ડેરી સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે. આ ગુજરાતમાં કચ્છના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે કચ્છના દરેક ઘરે પાણી પહોંચવા લાગ્યુ છે. કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગશે. જ્યાં પાણી કચ્છ જિલ્લા માટે પડકાર હતો, તેની સામે આજે આ સમસ્યા હલ થઇ છે.

 

Published On - 3:16 pm, Sun, 28 August 22