Kutch : પીએમ મોદીના સંબોધનમાં ફરી કચ્છ પ્રેમ છલકાયો કહ્યુ, ન હું કચ્છને છોડી શકુ ન કચ્છ મને

|

Apr 15, 2022 | 7:07 PM

ભુજ ખાતે આજે કે.કે.પટેલ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) પોતાની હળવી શૈલીમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન કરે કોઇને હોસ્પિટલ આવવું જ ન પડે હોસ્પિટલ ખાલી જ રહે.

Kutch : પીએમ મોદીના સંબોધનમાં ફરી કચ્છ પ્રેમ છલકાયો કહ્યુ, ન હું કચ્છને છોડી શકુ ન કચ્છ મને
Kutch PM Modi

Follow us on

કચ્છના(Kutch)મુખ્ય મથક ભુજ ખાતે આજે કે.કે.પટેલ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલનું (KK Patel Hospital) લોકાર્પણ વર્યુઅલી પીએમ (PM Modi) કર્યું હતું.  200 બેડની દાતાના સહયોગથી તૈયાર થયેલી  હોસ્પિટલ શરૂ થતા  કચ્છના લોકોને હવે જીલ્લા બહાર કિડની,કેન્સર અને હાર્ટ સર્જરી જેવી બિમારીની સારવાર માટે  નહી જવુ પડે તો સાથે ટ્રોમા સેન્ટર શરૂ થઇ જવાથી હવે મોટા અકસ્માત કે દુર્ધટના સમયે તાત્કાલીક અદ્યતન સારવાર કચ્છમાં જ મળી રહેશે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને લેવા પટેલ સમાજ દ્રારા દાતાના સહયોગથી તૈયાર થયેલી હોસ્પિટલમાં જરૂરી અને ખુટતી સેવાઓ માટે મદદની ખાતરી આપી હતી. સાથે મેડીકલ કોલેજ સહિતની વ્યવસ્થા માટે સમાજને પહેલ કરવા પણ જણાવાયુ હતુ. જો કે કાર્યક્રમમાં વડાપ્રધાનનો કચ્છ પ્રત્યેનો પ્રેમ છલકાયો હતો. અને તેઓએ કચ્છના ભુકંપથી લઇ વિકાસ સુધીની સફરની અનેક વાતો પોતાના પ્રવચન દરમ્યાન કરી હતી.

ન હુ કચ્છને છોડી શકુ ન કચ્છ મને

પોતાના પ્રવચન દરમ્યાન મુખ્યમંત્રીએ કચ્છ સાથે વડાપ્રધાનના અતુટ પ્રેમની વાત કરી હતી ત્યાર બાદ સંબોધન માટે વર્યુઅલી જોડાયેલા વડાપ્રધાન મોદીએ કચ્છી ભાષામાં પ્રવચનની શરૂઆત કરી લેવા પટેલ સમાજને જય સ્વામીનારાયણ કહ્યા હતા. તો આ સાથે મુશ્કેલી સમયે મળેલા હોવાથી ન કચ્છ મને છોડી શકે ન હુ કચ્છને ભુકંપ સમયની વેદના મે જોઇ છી તેવુ સંબોધન દરમ્યાન બોલી વડાપ્રધાને ફરી એકવાર કચ્છ પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગ્ટ કર્યો હતો. સાથે આવું સૌભાગ્ય જાહેર જીવનમાં બહુ ઓછા લોકો ને મળે છે તેવુ પણ ઉમેર્યુ હતુ.

કચ્છ પાસે 3 વસ્તુઓ માંગી

તો પોતાના પ્રવચન દરમ્યાન વડાપ્રધાને સમગ્ર વિશ્ર્વમાં ફેલાઇ કચ્છમાં ડંકો વગાડનાર કચ્છીઓને યાદ કર્યા હતા. સાથે લોકોને અપિલ કરી હતી કે ત્રણ વસ્તુ મને કચ્છ તરફથી જોઇએ છે જેમાં પ્રથમ કચ્છ ટુરીઝમ ક્ષેત્રે આગળ વધી રહ્યુ છે અને દેશમાંથી અનેક લોકો કચ્છ આવે છે ત્યારે હવે પછી શરૂ થાય તે રણ ઉત્સવમાં વિદેશ વસ્તો દરેક કચ્છી ભાઇ પોતાની સાથે 5 વિદેશી મહેમાન ને કચ્છ લાવે જેથી કચ્છનુ પ્રવાસન અને આર્થીક વ્યવસ્થા વધુ મજબુત બને તો કચ્છમાં મોટી સંખ્યામાં દુષ્કાળ સમયે માલધારીઓ હીજરત કરી કચ્છ બહાર જતા ત્યારે હવે કચ્છમાં પાણીની સ્થિતી બદલાઇ છે ત્યારે માલધારી હિજરત કરી ન જાય તે માટે અપિલ કરી હતી. જે માટે વિદેશ અને ભારતના ખુણેખુણે વસ્તા કચ્છીઓ ઓછામાં ઓછા પાણીના સંગ્રહ માટે 75 જેટલા તળાવો બનાવે તો આરોગ્ય સેવાના કાર્યક્રમને સંબોધન કરી રહેલા વડાપ્રધાને આગામી યોગ દિવસના દિવસે કચ્છના લોકો વર્લ્ડ રેકોર્ડ બનાવે તેવી અપિલ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની હળવી શૈલીમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન કરે કોઇને હોસ્પિટલ આવવું જ ન પડે હોસ્પિટલ ખાલી જ રહે.સાથે ગુજરાતમાં આરોગ્યની વાત કરતા વડાપ્રધાને બે દશક પહેલા ગુજરાતમાં ફક્ત 9  મેડીકલ કોલેજ અને ડૉક્ટરી અભ્યાસ માટે 1100  જેટલી સીટ ઉપલબ્ધ હતી. જેની સામે આજે 3  ડઝન જેટલી મેડીકલ કોલેજ, એઇમ્સ અને 6000  થી વધુ ડૉક્ટરી અભ્યાસ માટેની સીટો ઉપલબ્ધ છે. રાજ્યની અન્ય મેડીકલ કોલેજના અપગ્રેડેશનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કીડની અને ડાયાલીસીસ માટે તમામ જિલ્લાઓમાં ડાયાલીસીસની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેવામાં કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે આ મોટી ભેટ કચ્છને મળી છે.

આ પણ વાંચો : Aravalli : કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની નારાજગી સામે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મૌન

આ પણ વાંચો :  Gujarat Election 2022: ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલને AAPમાં જોડાવા આપ્યુ આમંત્રણ, શું હાર્દિક પટેલ આમંત્રણ સ્વીકારશે ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 6:57 pm, Fri, 15 April 22

Next Article