કચ્છ: છે કોઇનો ડર ? કચ્છમાં બેફામ દોડતા ઓવરલોડ વાહનો ! હવે બોર્ડર નજીકથી 41 વાહનો ઝડપાયા

|

Mar 13, 2022 | 4:10 PM

કચ્છમાં અગાઉ આ મામલે કોર્ટ કાર્યવાહી સુધીના પગલા RTO દ્વારા લેવાયા છે. તો RNB વિભાગે પણ અનેક કિસ્સામાં ઓવરલોડ વાહનોથી થતી નુકશાની સંદર્ભે કાર્યવાહી કરી છે. પરંતુ ઓવરલોડ દુષણ અટક્યુ નથી.

કચ્છ:  છે કોઇનો ડર ? કચ્છમાં બેફામ દોડતા ઓવરલોડ વાહનો ! હવે બોર્ડર નજીકથી 41 વાહનો ઝડપાયા
Overloaded vehicles speeding in Kutch, 45 vehicles were caught near the border

Follow us on

કચ્છમાં (Kutch) ઓવરલોડ વાહનો એક મોટુ દુષણ છે. ખેતી પછી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ (Transport industry)ખુબ મોટો છે. લિગ્નાઇટ, બે પોર્ટ તથા ખનીજ સહિતના મોટા ઉદ્યોગો કચ્છમાં આવેલા હોવાથી વાહનોની સતત અવરજવર રહે છે. જોકે રોજગારી આપતા ઉદ્યોગ સાથે કચ્છમાં ઓવરલોડ વાહનો (Overloaded vehicles)ચલાવવા જાણે એક સીસ્ટમ બની ગઇ હોય તેમ મીઠા, ખનીજ સહિતની હેરફેરમાં ઓવરલોડ વાહનોની અવર-જવર વધી ગઇ છે RTO,ખાણખનીજ વિભાગ દ્રારા સમયાતંરે આવી કામગીરી પર તવાઇ બોલાવાય છે. પરંતુ તેમછતાં જાણે કોઇને ડર જ ન હોય તેમ સતત કચ્છમાંથી ઓવરલોડ વાહનો ઝડપાઇ રહ્યા છે. તો તંત્રની મીલીભગતથી આવા વાહનો દોડતા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. જોકે હવે જાહેર માર્ગો તો ઠીક છે. પરંતુ કચ્છની સરહદના પ્રવેશદ્રાર એવા ઇન્ડીયા બ્રીજ અંદરથી 41 વાહનો ઓવરલોડ ઝડપાયા છે. ખાણખનીજ વિભાગ તથા પોલિસના સંયુક્ત ઓપરેશન કરી આ કામગીરી કરી હતી.

ક્યારે અટકશે આ દુષણ ?

કચ્છમાં અગાઉ આ મામલે કોર્ટ કાર્યવાહી સુધીના પગલા RTO દ્વારા લેવાયા છે. તો RNB વિભાગે પણ અનેક કિસ્સામાં ઓવરલોડ વાહનોથી થતી નુકશાની સંદર્ભે કાર્યવાહી કરી છે. પરંતુ ઓવરલોડ દુષણ અટક્યુ નથી. જોકે એક સમયે જ્યાં ચકલુ પણ ફરકતું ન હતું. તેવા ઇન્ડીયા બ્રીજ અંદરથી ઓવરલોડ વાહનો ઝડપાયા છે. ટુંક સમયમાં ખાવડા નજીક આવેલી આ બોર્ડર પર સોલાર પ્રોજેક્ટ શરૂ થવાનો છે. તેને લઇને હાલ રોડ બનાવવા સહિતની વિવિધ કામગીરી ચાલુ છે. પરંતુ ઓવરલોડનું દુષણ ત્યાં સુધી પણ પહોંચી ગયું છે. લાંબા સમયથી આ વિસ્તારમાં ઓવરલોડ ટ્રકો ચાલતી હોવાની ફરીયાદના આધારે RTO,ખાણખનીજ વિભાગ અને પોલિસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કરી હતી. અને ઇન્ડીયા બ્રીજ અંદરના વિસ્તારમાં ચાલતા 41 વાહનોને મેમો આપી કાયદેસર કાર્યાવાહી કરાઇ હોવાનું RTO અધિકારી સી.ડી.પટેલે જણાવ્યું હતું. તો ખાણખનીજ વિભાગના યોગેશ મહેતાએ 41 ગાડીઓમાં ખનીજ હોય તેની સામે દંડનીય કામગીરી કરાશે તેમ જણાવ્યું હતું.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

રસ્તાને નુકશાન અકસ્માતનું જોખમ

અગાઉ સિમેન્ટ તથા મીઠા પરિવહન માટે દોડતા આવા વાહનો સામે ખાસ કાર્યાવાહી કરાઇ હતી. પરંતુ હવે જ્યારે કચ્છમાં ખનીજનું પરિવહન વધ્યું છે. તો મોટા-મોટા પ્રોજેક્ટ આવતા ફરી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બળ મળ્યું છે. પરંતુ તેમાં ઓવરલોડનું દુષણ પણ વધ્યું છે. માત્ર એક મહિનામાં 250 થી વધુ વાહનો આવા ઝડપાયા હશે. તો આજે બોર્ડર નજીક થઇ રહેલા કામમાં પણ ચાલી રહેલી લોલમલોલ સંયુક્ત કામગીરી દ્વારા ઝડપી પડાઇ છે. ઓવરલોડ વાહનોને કારણે કચ્છના અનેક માર્ગો જર્જરીત બન્યા છે. અને અકસ્માતનો ભય પણ ઓવરલોડ વાહનોને લીધા થાય છે. ત્યારે છુટક કાર્યવાહી કરતા તમામ વિભાગોએ સાથે મળી કોઇ નક્કર આયોજનની જરૂર છે. નહી તો ઓવરલોડ અટકશે નહી તો નખત્રાણા,ભુજ,રાપરના અનેક વિસ્તારોમાં આવા વાહનોથી રસ્તાઓ જર્જરીત બન્યાના આક્ષેપો પણ થઇ રહ્યા છે.

કચ્છના પ્રતિબંધીત વિસ્તારમાં કામો શરૂ થઇ જતા હવે લોકોની ચહલ-પહલ વધી છે. પરંતુ વિકાસની સાથે હવે દુષણનો પણ પગપેસારો થયો છે. અને ઓવરલોડ વાહનો ત્યાં ચાલી રહેલા કામમાં દોડી રહ્યા છે. ત્યારે માત્ર દંડાત્મક કામગીરી કરતા કડક નિયમો બનાવી આવી દુષણ અટકાવાય તે જરૂરી છે. જોકે જાહેર રસ્તાઓ તો ઠીક પરંતુ જ્યાં લોંખડી સુરક્ષાની તૈનાતી છે તેવા વિસ્તારમાં પણ ડર વગર થતી આવી પ્રવૃતી જોખમી છે.

આ પણ વાંચો : મહુડીમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાર્દિક પટેલનો બોયકોટ, સ્પીચ આપવા ઊભા થતાં જ એક જૂથના હોદ્દેદારો બહાર નીકળી ગયા

આ પણ વાંચો : The Kashmir Files : CM ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી

Published On - 3:52 pm, Sun, 13 March 22

Next Article