Kutch: નલ સે જલ યોજના ફેઈલ, ભૂજ શહેરમાં પાણી માટે દરરોજ 100 ટેન્કર દોડાવાય છે

| Edited By: | Updated on: Apr 04, 2022 | 8:50 AM

ખુદ પાલિકા પ્રમુખ સ્વીકારે છે કે રોજના 5થી વધુ ટેન્કરોથી ફેરા કરવા પડી રહ્યા છે. જોકે તેઓ ભષ્ટ્રાચારના આક્ષેપ પર તપાસ કરાવવાની ખાતરી આપતાં કહે છે કે જે વિસ્તારમાં પાણી નથી પહોંચતુ ત્યાં પાણી પહોંચાડાવાનો પૂરો પ્રયાસ પાલિકા કરી રહી છે.

રાજ્ય સરકાર (State Government) સમગ્ર ગુજરાત (Gujarat) માં નલ સે જય યોજના અંતર્ગત તમામ ઘરે નળથી પાણી (Water) આપવાની વાત કરે છે, પણ વાસ્તવિકતા અલગ જ છે.  ઉનાળા (Summer) પહેલાં જ શહેરી વિસ્તારમાં પાણીની એવી સ્થિતી છે કે કચ્છના મુખ્ય મથક ભૂજમાં દૈનિક 100 પાણીના ટેન્કરથી પાણી પહોંચાડવુ પડી રહ્યું છે. તેમાંય વિપક્ષે આક્ષેપ કર્યો છે કે વહાલા દવલાની નીતિ પ્રમાણે પાણીના ટેન્કરો લોકો સુધી પહોચે છે. વિપક્ષનું કહેવું છે કે આ ટેન્કરો ભષ્ટ્રાચાર માટે ફરી રહ્યા છે. ભૂજ (Bhuj) ના જાગૃત નાગરીકના આક્ષેપ મુજબ રોજના 100 ફેરાથી પ્રજાના 70 લાખથી વધુ રૂપિયા પાલિકાના જવાબદારોના ખિસ્સામાં જાય છે. જોકે આ મુદ્દે તેઓ લડત આપશે.

ખુદ પાલિકા પ્રમુખ સ્વીકારે છે કે રોજના 5થી વધુ ટેન્કરોથી ફેરા કરવા પડી રહ્યા છે. જોકે તેઓ ભષ્ટ્રાચારના આક્ષેપ પર તપાસ કરાવવાની ખાતરી આપતાં કહે છે કે જે વિસ્તારમાં પાણી નથી પહોંચતુ ત્યાં પાણી પહોંચાડાવાનો પૂરો પ્રયાસ પાલિકા કરી રહી છે. તેમનો તો એવો પણ દાવો છે કે આગામી દિવસોમાં ભૂજને ટેન્કર મુક્ત કરવામાં આવશે.

એક તરફ રાજ્ય સરકારે હર ઘર જલ યોજનામાં કચ્છને 12માં જીલ્લા તરીકે જાહેર કર્યુ છે. પરંતુ શહેરી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ શું સ્થિતી છે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. જો કે ઉનાળા પહેલાં પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ નહીં કરાય તો ભર ઉનાળામાં શું સ્થિતિ હશે તે કલ્પી શકાય છે. ત્યારે હવે લોકોની માગ છે કે આ ઉનાળા દરમિયાન પાણીનો પ્રશ્ન કાયમ માટે ઉકેલી નાખવામાં આવે તો પ્રજાને રાહત થાય.

આ પણ વાંચોઃ Girsomnath: કેસર કેરીના રસિકો માટે આવ્યા માઠા સમાચાર, એક મહિનો મોડી આવશે કેરી

આ પણ વાંચોઃ Bhavnagar: ખેડૂતો અને પશુપાલકો પર મોંઘવારીનો વધુ એક માર, ખોળના ભાવમાં 600 રૂપિયાનો વધારો ઝીંકાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો