Kutch: ઉનાળો શરુ થતા જ ભૂજમાં પાણીની પારાયણ શરુ, ભર ઉનાળે પાણી માટે તરસ્યા લોકો

|

Apr 03, 2022 | 7:02 PM

ઉનાળો માથા પર છે અને ભૂજમાં પાણીની પારાયણ શરુ થઈ ગઈ છે. ઉનાળા પહેલાં જ શહેરી વિસ્તારમાં પાણીની એવી સ્થિતી છે કે કચ્છના મુખ્ય મથક ભૂજમાં દૈનિક 100 પાણીના ટેન્કરથી પાણી પહોંચાડવુ પડી રહ્યું છે. તેમાંય વિપક્ષે આક્ષેપ કર્યો છે કે વ્હાલા દવલાની નીતિ પ્રમાણે પાણીના ટેન્કરો લોકો સુધી પહોંચે છે.

Kutch: ઉનાળો શરુ થતા જ ભૂજમાં પાણીની પારાયણ શરુ, ભર ઉનાળે પાણી માટે તરસ્યા લોકો
Water crisis ( Symbolic Image)

Follow us on

એક તરફ ઉનાળો (Summer) શરુ થઈ ગયો છે. ત્યારે સરકાર નલ સે જલ અને ટેન્કર રાજ પૂર્ણ થઈ જશેના મોટા દાવાઓ કરે છે. જો કે હકીકત કંઈક અલગ છે. ઉનાળો શરુ થતા જ પાણીના પ્રશ્નો (Water crisis) શરુ થઈ ગયા છે. કચ્છના  ભૂજમાં તો સરકારના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોવાનો અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે. 27 વર્ષના શાસન પછી પણ ઘરે ઘરે પાણી પહોંચાડવાની સરકારની નેમ પૂરી થઈ નથી. હજી પણ અહીંના લોકો તરસ્યા રહે છે. ભૂજ (Bhuj)માં લોકોને પાણીની સમસ્યા હલ કરવા દૈનિક 100 ટેન્કરોના ફેરા કરવાની ફરજ પડે છે.

ઉનાળો માથા પર છે અને ભૂજમાં પાણીની પારાયણ શરુ થઈ ગઈ છે. ઉનાળા પહેલાં જ શહેરી વિસ્તારમાં પાણીની એવી સ્થિતી છે કે કચ્છના મુખ્ય મથક ભૂજમાં દૈનિક 100 પાણીના ટેન્કરથી પાણી પહોંચાડવુ પડી રહ્યું છે. તેમાંય વિપક્ષે આક્ષેપ કર્યો છે કે વ્હાલા દવલાની નીતિ પ્રમાણે પાણીના ટેન્કરો લોકો સુધી પહોંચે છે. વિપક્ષનું કહેવું છે કે આ ટેન્કરો ભષ્ટ્રાચાર માટે ફરી રહ્યા છે. ભૂજના જાગૃત નાગરીકના આક્ષેપ મુજબ રોજના 100 ફેરાથી પ્રજાના 70 લાખથી વધુ રૂપિયા પાલિકાના જવાબદારોના ખિસ્સામાં જાય છે. જોકે આ મુદ્દે તેઓ લડત આપશે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

ખુદ પાલિકા પ્રમુખ સ્વીકારે છે કે તેમને પાણી પહોંચાડવા રોજના 5થી વધુ ટેન્કરોથી ફેરા કરવા પડી રહ્યા છે. જો કે તેઓ ભષ્ટ્રાચારના આક્ષેપ પર તેઓ તપાસ કરાવવાની ખાતરી આપતાં કહે છે કે જે વિસ્તારમાં પાણી નથી પહોંચતુ ત્યાં પાણી પહોંચાડાવાનો પૂરો પ્રયાસ પાલિકા કરી રહી છે. તેમનો તો એવો પણ દાવો છે કે આગામી દિવસોમાં ભૂજને ટેન્કર મુક્ત કરવામાં આવશે.

એક તરફ રાજ્ય સરકારે હર ઘર જલ યોજનામાં કચ્છને 12માં જીલ્લા તરીકે જાહેર કર્યુ છે. પરંતુ શહેરી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ શું સ્થિતિ છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. જો કે ઉનાળા પહેલાં પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ નહીં કરાય તો ભર ઉનાળામાં શું સ્થિતિ હશે તે કલ્પી શકાય છે. ત્યારે હવે લોકોની માગ છે કે આ ઉનાળા દરમિયાન પાણીનો પ્રશ્ન કાયમ માટે ઉકેલી નાખવામાં આવે તો પ્રજાને રાહત થાય.

આ પણ વાંચો-

Ahmedabad: ગગનયાન વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3થી 9 એપ્રિલ દરમિયાન આઉટરિચ પ્રોગ્રામનું આયોજન

આ પણ વાંચો-

આવતીકાલથી 10 હજાર તબીબો જશે હડતાળ પર, રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઇમરજન્સી સહિતની સેવાઓ ખોરવાશે

Next Article