પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભચાઉ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 અને 1/3 પર વાગડ વિશા ઓસવાલ ચૌબીસી મહાજનના આર્થિક સહયોગથી મુસાફરોની સુવિધા માટે 13 પેસેન્જર ક્ષમતા વાળી લિફ્ટ જેનું ઉદ્ઘાટન આજે સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ આવતા -જતા તમામ મુસાફરો કરી શકશે. આ સુવિધા વાગળ વિશા ચોવીસી મહાજનના આર્થિક સહયોગથી ઉપલબ્ધ થઈ છે.
અમદાવાદ મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને કાર્યક્રમ દરમિયાન માહિતી આપી હતી કે તે ખાસ કરીને વિકલાંગ અને વૃદ્ધો ખુબ જ માટે ઉપયોગી થશે. આ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે જેના માટે હું આપનો આભાર માનું છું અને તમામ ભામાશાહને વિનંતી કરું છું કે તમે પણ મુસાફરોના હિતમાં યોગદાન આપી શકો છો, જેના માટે રેલવે પ્રશાસન હંમેશા તમારી સાથે છે.આ પ્રસંગે, સાંસદ વિનોદ ચાવડા દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય માલતી મહેશ્વરી, ડો. નાગજી કેશવ રીટા પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મંડળ પર મુસાફરોની સુવિધા માટે વિવિધ સ્ટેશનો પર ઝડપ થી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉપરાંત રેલ વિધુતીકરણ, ગેજ પરિવર્તન, ડબલિંગ વગેરે કાર્ય પણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ટ્રેનોની ક્ષમતા અને ઝડપ વધશે. અને મુસાફરોને તેનો લાભ મળી શકશે. તેવું પણ અધિકારીઓનું માનવું છે.
તો બીજી તરફ સાંસદ અને ધારાસભ્યોએ પશ્ચિમ રેલવે પર મુસાફરોની સુવિધાઓ વધારવાના સતત પ્રયાસો માટે રેલવે તંત્રની પ્રશંસા કરી હતી. તો આ પ્રસંગે આદિશ પઠાણીયા, એ.આર.એમ. ગાંધીધામ તથા અન્ય રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનોની વચ્ચે ડબલ લાઇનના કાર્ય અને મેહસાણા માં યાર્ડ રિમોડલિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની 4 જોડી પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો તારીખ 26 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી 2023 સુધી રદ્દ કરવામાં આવી છે.
Published On - 6:15 pm, Sat, 24 December 22