Kutch: કચ્છમાં નરનારાયણ દેવ દ્વીશતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ, રાજ્યપાલે ગૌમહિમા કૃષિ સંમેલનમાં આપી હાજરી

|

Apr 18, 2023 | 11:51 PM

Kutch: કચ્છમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષની ઉજવણી ભવ્ય રીતે થવાની છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલે આજે મહોત્સવના પ્રારંભ આયોજીત ગૌ-મહિમા કૃષિ સંમેલનમાં હાજરી આપી હતી અને ગૌ-સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતી ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેરા યોગદાનને બિરાદાવ્યુ હતુ.

Kutch: કચ્છમાં નરનારાયણ દેવ દ્વીશતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ, રાજ્યપાલે ગૌમહિમા કૃષિ સંમેલનમાં આપી હાજરી

Follow us on

કચ્છમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષની ઉજવણી ભવ્ય રીતે થવાની છે. આજથી આ મહોત્સવનો ભુજમાં પ્રારંભ થયો છે. જેમાં દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં લોકો જોડાવાના છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલે આજે મહોત્સવના પ્રારંભ આયોજીત ગૌ-મહિમા કૃષિ સંમેલનમાં હાજરી આપી હતી અને ગૌ-સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતી ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયનું અનેરૂં યોગદાનને બિરાદાવ્યુ હતુ. લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કાર્યરત છે.

માનવતાની સેવા માટે સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી

રાજ્યપાલે જણાવ્યુ હતુ કે જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય જેવા માનવતાના કાર્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રથમ હરોળમાં હોય છે. 200 વર્ષ પહેલાં માનવતાની સેવા માટે સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ગૌ-માતા સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સ્વામિનારાયણ સંપ્રદાય સતત માર્ગદર્શન અને સહયોગ આપે છે. લોકોની સેવા જ ઈશ્વરની પૂજા છે, એમ જણાવી રાજ્યપાલે સંપ્રદાયની કામગીરી બિરદાવી હતી. ગૌ – મહિમા પ્રદર્શનને અદભુત ગણાવીને તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ગાય પ્રત્યે શ્રદ્ધા પેદા કરનારું છે.

રાજ્યપાલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું

રાજ્યપાલે ધનનો ઉપયોગ પરોપકારમાં કરવો જોઈએ એવો અનુરોધ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભુજના માનવ કલ્યાણના સેવાના કાર્યોની પ્રસંશા કરી હતી. તેમણે ઉમેર્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રેરણાથી લાખો ખેડૂતો મારફતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ગાય આધારિત ખેતી કેવી રીતે કરી શકાય તેના વિશે વિસ્તૃત રીતે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રાસાયણિક ખેતીથી જમીન બિન ઉપજાઉ બની રહી છે આથી ગાય આધારિત ખાતર કે, છાણનો ઉપયોગ કરવા માટે તેઓએ અનુરોધ કર્યો હતો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીએ તો પાક ઉત્પાદનમાં ઘટાડો આવે છે તે વાતને મિથ્યા ગણાવીને લાંબા ગાળે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે રાજ્યપાલએ છણાવટ કરી હતી.

આ પણ વાંચો: Kutch: કચ્છના રાજવીઓની હેરિટેજ કાર અને બગી ભુજના પેલેસની શોભામાં કરશે વધારો, જુઓ વિન્ટેજ કારના Photos

રાજ્યપાલના હસ્તે ખેડુતોને સન્માનપત્ર અર્પણ કર્યા

સમગ્ર રાજ્યમાં 10-10 ગામના ક્લસ્ટર બનાવીને ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યક્રમ બાદ ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ અને ગાયની મહિમાં દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ રાજ્યપાલે નિહાળી હતી.આજથી પ્રારંભ થયેલા મહોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, મહારાજ વ્રજેન્દ્રપ્રસાદજી, મહંત ધર્મનંદનદાસજી, સહિત ધારાસભ્યો અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલના હસ્તે કૃષી ક્ષેત્રે સારી કામગીરી કરનાર ખેડૂતોને સન્માનપત્ર પણ અપાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:00 am, Tue, 18 April 23

Next Article