કચ્છ : ઉનાળાના પ્રારંભે જ મોટાભાગના ડેમો તળિયા જાટક, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

|

Apr 22, 2022 | 4:39 PM

કચ્છમાં (Kutch) અત્યારથી ડેમો ખાલી થઇ જતા લોકો ચિંતીત બન્યા છે. ટપ્પર સહિત 3 ડેમો કચ્છમાં નર્મદાથી પીવા માટે ભરાય છે તેવામાં ઉનાળામાં કેવી સ્થિતી થશે

કચ્છ : ઉનાળાના પ્રારંભે જ મોટાભાગના ડેમો તળિયા જાટક, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
Banaskantha: Farmers of 100 villages will hold a tractor rally on Akhatrij to protest over water issue (Symbolic Image)

Follow us on

હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે. અને અત્યારથી જ ખેડુતો અને પશુપાલકો સહિત નાગરીકો પાણી (Water) માટે વલખા મારી ઉનાળામાં કેવી સ્થિતી થશે તેની ચિંતા કરી રહ્યા છે. કચ્છમાં (Kutch) મધ્યમ કક્ષામાં 20 ડેમમાં 20 ટકા કરતા પણ ઓછુ પાણી છે. જેમાંથી 3 મોટો ડેમ (Dam)તો તળીયા જાટક બનતા ખેતી અને પશુપાલકો ચિંતીત બની યોગ્ય આયોજનની માંગ કરી રહ્યા છે.

કચ્છમાં મોટાભાગના ડેમો તળીયા જાટક, ખેડુતો અને પશુપાલકો ચિંતીત

સ્થાનીક ડેમ અને નર્મદા પર આધારીત કચ્છમાં અત્યારથી ડેમો ખાલી થઇ જતા લોકો ચિંતીત બન્યા છે. ટપ્પર સહિત 3 ડેમો કચ્છમાં નર્મદાથી પીવા માટે ભરાય છે તેવામાં ઉનાળામાં કેવી સ્થિતી થશે તેને લઇ ખેડુતો-પશુપાલકો ચિંતીત છે કેમકે ખેતીતો પિયત વિસ્તારમાંજ થશે પરંતુ પશુઓની સંખ્યા જોતા ઉનાળામાં પાણીની વિકટ સ્થિતી થાય તેવી ચિંતા વ્યક્ત કરાઇ છે. કચ્છમાં 957 MCFT પાણીના સંગ્રહ સામે માત્ર 332 MCFT જ પાણી બચ્યુ છે. અને જે જરૂરીયાત કરતા ખુબ ઓછુ છે. જેથી ઉનાળાની વિકટ સ્થિતી પહેલા પાણીની યોગ્ય વ્યવસ્થાની માંગ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કચ્છમાં 20 મધ્યમ સિંચાઇ અને 175 થી વધુ નાની સિંચાઇના ડેમો છે. જેમાં કચ્છની જરૂરીયાત મુજબનુ પાણી અત્યારથી નથી કચ્છના લખપત સહિત તમામ તાલુકામાં પશુઓની વિશેષ સંખ્યા છે ત્યારે નક્કર આયોજન થાય તેવી પણ માંગ છે. કેમકે કચ્છમાં કરોડો રૂપીયાનો ખર્ચ થાય છે. પરંતુ દર ઉનાળામાં પાણીની સ્થિતી ચિંતાજનક બને છે તેવામાં જો પાણી પુરતુ નહી મળે તો મોટી માત્રામાં હિજરત થશે તેવી પણ ચિંતા પશુપાલકો વ્યક્ત કરી રહ્યા છે.

ડેમમાં પુરતા પાણીના દાવા સાથે પિવાના પાણીની સમસ્યા નહી સર્જાય તેવી સરકાર વાતો ભલે કરતી હોય પરંતુ સ્થિતી અને આંકડાઓ તેના કરતા વિપરીત છે. અને હજુ ઉનાળો આખો બાકી છે તેવામાં નક્કર આયોજન અત્યારથી નહી કરાય તો કચ્છમાં પશુઓ અને મનુષ્ય જીવન માટે મુશ્કેલી ઉભી થશે ત્યારે જોવુ રહ્યુ પીવાના પાણી માટે સરકારનુ આયોજન કેટલુ નક્કર રહે છે.

આ પણ વાંચો :Delhi School COVID Update: દરેક સ્કૂલમાં ક્વોરેન્ટાઈન રૂમ હશે, શિક્ષકો દરરોજ પૂછશે કોરોનાની સ્થિતિ વિશે – દિલ્હી સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ

આ પણ વાંચો :PM મોદી સાથે મુલાકાત બાદ બ્રિટિશ PM જોન્સને કહ્યું, ઈન્ડો-પેસિફિકમાં બંને દેશોના સમાન હિત, અવકાશ અને દરિયાઈ ખતરાનો સામનો કરવા સમંત

Next Article