Kutch: ચાંદરાણી ખાતેનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ દેશનો સૌ-પ્રથમ સંપૂર્ણ રીતે પુનઃ પ્રાપ્ય ઉર્જાથી ચાલતો પ્લાન્ટ બન્યો

|

Jan 19, 2023 | 9:14 PM

કચ્છ જિલ્લામાં પોતાની કામગીરી અને પ્રવૃતિથી આગવી ઓળખ સ્થાપિત કરી અને હંમેંશા નવીનતમ કામગીરી દ્વારા પશુપાલકોના હિતાર્થે કામગીરી કરતી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. 'સરહદ ડેરી' દ્વારા ગામ: ચાંદરાણી અંજાર ખાતે ૩ મેગા વોટના સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે

Kutch: ચાંદરાણી ખાતેનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ દેશનો સૌ-પ્રથમ સંપૂર્ણ રીતે પુનઃ પ્રાપ્ય ઉર્જાથી ચાલતો પ્લાન્ટ બન્યો
Kutch Chandarani Dairy

Follow us on

કચ્છ જિલ્લામાં પોતાની કામગીરી અને પ્રવૃતિથી આગવી ઓળખ સ્થાપિત કરી અને હંમેંશા નવીનતમ કામગીરી દ્વારા પશુપાલકોના હિતાર્થે કામગીરી કરતી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ‘સરહદ ડેરી’ દ્વારા ગામ: ચાંદરાણી અંજાર ખાતે ૩ મેગા વોટના સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે જેનાથી ડેરીનો ચાંદરાણી ખાતેનો પ્લાન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત 28  ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન વર્ચ્યુઅલી લોકાપર્ણ કરવામાં આવેલ 2 લાખ લિટરથી 6 લાખ લિટર સુધી વિસ્તરણ થઈ શકે તેવો દૂધ અને દૂધની બનાવટોનો પ્રોસેસિંગ અને પેકેજિંગ દેશનો સૌ-પ્રથમ સોલાર પાવરથી ચાલતો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ બન્યો છે.

સોલાર પાવર પ્લાન્ટની ચાલતો પ્લાન્ટ બનાવ્યો

આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે આજની તારીખમાં સરહદ ડેરીએ 12 કરોડના ખર્ચે ભારતનો સૌ-પ્રથમ સોલાર પાવર પ્લાન્ટની ચાલતો પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટમાં દૈનિક 6 થી 7 હજાર યુનિટ વીજળી ઉત્પન થશે અને અને દૂધ સંઘને માસિક વીજળી બીલમાં બચત થશે જેનો સીધો ફાયદો કચ્છના પશુપાલકોને થશે.

આઇસક્રીમ પ્લાન્ટના નિર્માણની કામગીરી ચાલુ

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વર્ષ 2017 માં દેશનો સૌ-પ્રથમ સંપૂર્ણ સોલાર પાવર સંચાલિત કેટલ ફીડ પ્લાન્ટ પણ સરહદ ડેરીએ સ્થાપિત કર્યો હતો.આ સાથે સાથે ડેરી દ્વારા આજ રોજ અમૂલ ઇકો છાસનું પ્રોડક્શન પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. હાલમાં ચાંદરાણી પ્લાન્ટમાં આઇસક્રીમ પ્લાન્ટના નિર્માણની કામગીરી ચાલુ છે.

Banana : કેળા સાથે આ ચીજો ખાવાની ભૂલ ન કરો, થશે નુકસાન !
Barcode : સમુદ્ર જોયા પછી આવ્યો બારકોડ બનાવવાનો વિચાર, જાણો કોણે કરી આ શોધ
આજનું રાશિફળ તારીખ : 24-10-2024
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
નીમ કરોલી બાબાએ જણાવ્યું, ધનવાન બનતા પહેલા મળે છે આ શુભ સંકેતો!
રચિન રવિન્દ્રને ગિફ્ટમાં મળી સચિન તેંડુલકરની જર્સી, પુણે ટેસ્ટ પહેલા ધોનીના બેટથી કર્યું આ કામ

દુધ પ્રોસેસીંગ પ્લાન્ટ સંપુર્ણ કાર્યરત કરી દેવાયો

જે આગામી 6 માસમાં તૈયાર થઈ જશે. દુધના ભાવથી લઇને પશુપાલકો હિત માટે કામ કરતી સરહદ ડેરી દ્રારા આજે 4 લાખથી વધુ દૈનીક દુધ એકત્રીકરણ સાથે તેનુ પ્રોસેસીંગ અને પેકેજીંગ પ્લાન્ટ કાર્યરત કરાયો છે. સાથે કેમલ મીલ્કની વિવિધ પ્રોડેક્ટો સાથે કચ્છમાં દુધ ક્ષેત્રે શ્વેત ક્રાન્તી સર્જી છે ત્યારે આધુનીક ટેકનોલોજીની મદદથી આજે સોલોર પ્લાન્ટથી સંચાલીત દુધ પ્રોસેસીંગ પ્લાન્ટ સંપુર્ણ કાર્યરત કરી દેવાયો છે.

આ પણ વાંચો :  એશિયાટીક સિંહોએ બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું :પરિમલ નથવાણી

Next Article