Kutch: સોનાના દાગીનાની ચીલઝડપ કરનાર ટોળકીને LCBએ ઝડપી ,પૂછપરછમાં અનેક ગુનાના ભેદ ખુલ્યા

|

Jan 09, 2022 | 12:09 PM

ભૂજના સંજોગનગરમાં થયેલી ચીલઝડપમાં આવેલા માલ-સામાનની વહેંચણી થઈ રહી હતી, ત્યારે જ ટોળકીને LCBએ ઝડપી પાડી હતી.

Kutch: સોનાના દાગીનાની ચીલઝડપ કરનાર ટોળકીને LCBએ ઝડપી ,પૂછપરછમાં અનેક ગુનાના ભેદ ખુલ્યા
ચીલ ઝડપ કરનાર ટોળકી ઝડપાઇ

Follow us on

પશ્ચિમ કચ્છ (Kutch)માં છેલ્લા કેટલાક મહિનાઓમાં તસ્કરો (Smugglers)ને જાણે મોકળુ મેદાન મળ્યુ છે. ખાસ કરીને ચીલઝડપના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જો કે ભૂજના ભરચક વિસ્તાર કહી શકાય તેવા પ્રમુખસ્વામી નગરમાંથી સોની વેપારી (Merchant)ની ગાડી સાથે અકસ્માત કરી સોના-ચાંદીના દાગીના (Gold-silver jewelry) સહિતની બેગની ચીલઝડપ કરનાર ટોળકીને ગણતરીના દિવસોમાં પોલીસે ઝડપી પાડી છે.

1 જાન્યુઆરીએ ભૂજના રહેવાસી કાન્તી અમૃત તન્ના ખાવડા પોતાની સોનાચાંદીની દુકાન બંધ કરીને ઘરે આવી રહ્યા હતા, તે સમયે અચાનક અજાણ્યા 3 શખ્સોએ તેના વાહન સાથે અકસ્માત સર્જયો હતો. બાદમાં તેની પાસેથી બેગની ચીલઝડપ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ મળતા ભૂજ શહેર એ ડીવીઝન પોલિસ સહિત અન્ય પોલીસ બ્રાન્ચ પણ તપાસમાં લાગી હતી. ગણતરીના દિવસોમાં જ ભુજ પશ્ચિમ કચ્છ LCBએ આ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ભૂજના સંજોગનગરમાં થયેલી ચીલઝડપમાં આવેલા માલ-સામાનની વહેંચણી થઈ રહી હતી, ત્યારે જ ટોળકીને LCBએ ઝડપી પાડી હતી. ચીલઝડપના બનાવ બાદ LCB પી.એસ.આઈ હાર્દિકસિંહ ગોહિલ તથા ઈશાક હિંગોરાની આગેવાનીમાં પોલીસે અલગ-અલગ ટીમ બનાવી ટોળકીને ઝડપી પાડી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આરોપીઓએ અનેક ગુના કબુલ્યા

પૂછપરછમાં આરોપીઓએ ભૂજમાં પ્રમુખ સ્વામીનગરમાંથી સોની વેપારી પાસેથી કરેલી 1.97 લાખની ચીલઝડપ સહિત અન્ય ગુનાઓની કબુલાત કરી. ઝડપાયેલા 4 આરોપીની પૂછપરછ કરતા તેમની મોડસ ઓપરેન્ડી જાણવા મળી હતી.

આરોપીઓ રેકી કરી લોકોની એકલતાનો લાભ લઈ વેપારીઓ પાસેથી બેગ અને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની ચીલઝડપ કરતા હતા. ઝડપાયેલા શખ્સોમાં શાહિલ ઇબ્રાહીમ ફકરી,અકબર અચુ બાફણ,સિકંદર લતીફ બાફણ,મોહસીન મામદ લાખાનો સમાવેશ થાય છે.

મોહસીન લાખાની પુછપરછમાં તેણે 1 મહિના પહેલા ખાવડામાં સોના-ચાંદીના વેપારી પાસેથી કરેલી ચોરીની કબુલાત કરી હતી. મોહીસીને 6 જાન્યુઆરીએ દિલ્હીના એક વેપારીને ચોખા આપાવાના બહાને અંજાર બોલાવી તેની સાથે બે લાખની ચીટીંગની પણ કબુલાત કરી છે તો સિંકદર તથા અકબર બાફણની પૂછપરછમાં ચોરીની મોટરસાઈકલથી લઈને ગાંધીધામના જવાહરનગર વિસ્તારમાં એક મોબાઈલ ફોનની ચીલઝડપની પણ કબુલાત કરી છે.

ઝડપાયેલા સિંકદર,શાહિલ અને મોહસીન સામે અગાઉ પ્રોહીબીશન,લૂંટ તથા મારામારીના ગુના અંજાર અને ભૂજમાં નોંધાયેલા છે તેવુ પોલીસ તપાસમાં ખુલ્યુ છે. આરોપીઓની પૂછપરછમાં હજુ પણ અન્ય ગુનાઓ ઉકેલાય તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ Ahmedabad: હોટેલ ઈન્ડસ્ટ્રીને થશે કરોડોનું નુકસાન, વાયબ્રન્ટ સમિટ રદ થતાં કરોડોના બૂકિંગ કેન્સલ થયા

Published On - 7:53 am, Sat, 8 January 22

Next Article