કચ્છ: વરસામેડીમાં લીસ્ટેડ બુટલેગરને LCBએ ઝડપ્યો, 90 લાખ રૂપિયા કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત

|

Jun 11, 2022 | 10:00 AM

કચ્છમાં (LCB)ને બાતમી મળી હતી કે લિસ્ટેડ બૂટલેગર મનુભા વિઠુભા વાઘેલાની ધરપકડ કરી હતી અને 90,89,7૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો હતો.

કચ્છ: વરસામેડીમાં લીસ્ટેડ બુટલેગરને LCBએ ઝડપ્યો, 90 લાખ રૂપિયા કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત
LCB nabbed a listed bootlegger in varsamedi

Follow us on

કચ્છ જિલ્લામાં સ્થાનિક એલસીબીને (LCB) બાતમી મળી હતી કે કચ્છ જિલ્લાના વરસામેડી સીમમાં આવેલ ગાયત્રી સોસાયટીની પાછળના ભાગે જાણીતા બૂટલગર મનુભા વિઠુભા વાઘેલા કટીંગ કરવા ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ (Liqure)મંગાવ્યો હતો. આ બાતમીને આધારે દારુ સાથે ત્રણ વાહનો તથા એક આરોપીને અંજાર તથા ગાંધીધામ એ ડીવીઝન પોલિસે ઝડપી પાડ્યા હતા અને 90,89,7૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો હતો.

પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલો તેમજ પીકઅપ વાન , મોબાઇલ ફોન અને તેને કવરિંગ કરવા માટે રાકવામાં આવેલી બોરીઓ સહિત કિંમત 90, 89, 700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં આરોપી નવલદાન રીશીદાન દાસ (ઉ.વ.૩૭ )ઝડપાઇ ગયો હતો. જ્યારે મનુભા વિઠુભા વાઘેલા અને સુજીત તીવારીની તેમજ ટ્રક ચાલકની શોધખોળ પોલીસે હાથ ધરી હતી અને  તે બંનેને પણ LCB  દ્વારા ઝડપી લેવામાં આવ્યાહતા.

Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?

ગુનાની તપાસ કરી રહેલા પોલીસ ઈન્સપેકટ એમ.એન.રાણા એલ.સી.બી. તથા તેમની આગેવાનીમાં એલ.સી.બી.ની ટીમે ઝણાવ્યા અનુસાર આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મનુભા વાઘેલા સામે અંજાર-ગાંધીધામ વિસ્તારમા 8 થી વધુ પ્રોહિબીશનના ગુન્હા નોંધાયેલા છે જ્યારે સુજીત તિવારી સામે અંજારમા બે ગુન્હા નોંધાયેલા છે 7 જુનના કટીંગ માટે આ બુટલેગરે મોટો જથ્થો મંગાવ્યો હતો પરંતુ તે ઝડપાઇ ગયો હતો જો કે હવે તેને મંગાવનાર લીસ્ટેડ બુટલેગર પુર્વ કચ્છ LCB ના હાથે ઝડપાઇ ગયા છે

Next Article