Kutch : રસીલી કેસર કેરી આ વખતે પડશે મોંઘી, ગરમી અને વાતારવરણની અસરથી ઉત્પાદનમાં ઘટની શક્યતા

|

Apr 10, 2022 | 7:29 PM

કચ્છમાં ગત વર્ષે 10,600 હેક્ટરમાં કેરીનુ વાવેતર હતુ જેમા થોડો વધારો થયો છે. તો ગત વર્ષે યોગ્ય ભાવ ન હતા ત્યારે ખેડૂતોનો માલ પણ સારો ઉતર્યો હતો અને 65,000 મેટ્રીક ટન ઉત્પાદન કેરીનુ થયુ હતુ, પરંતુ ચાલુ વર્ષે ખેતીવાડી વિભાગ પણ કોઇ અનુમાન સુધી પહોચી શક્યુ નથી.

Kutch : રસીલી કેસર કેરી આ વખતે પડશે મોંઘી, ગરમી અને વાતારવરણની અસરથી ઉત્પાદનમાં ઘટની શક્યતા
Heavy damage to mango and chiku crops in Navsari (Symbolic Image)

Follow us on

સ્વાદમાં મીઠી, લાંબો સમય ટકાઉ અને ગુણવત્તા યુક્ત ગુજરાતના(Gujarat)  કચ્છની(Kutch)  કેસર કેરીની(Kesar Mango)  દર વર્ષે ભારત અને વિદેશમાં પણ ડિમાન્ડ રહે છે. તેમાંય ગુજરાતના(Gujarat)  અન્ય વિસ્તારમાં ઉત્પાદિત થતી કેરીની સીઝન પૂર્ણ થયા બાદ કચ્છની કેરી માર્કેટમાં આવે છે જેથી તેની ડિમાન્ડ વધુ છે, પરંતુ આ વખતે કચ્છમાં કેરીનુ ઉત્પાદન નબળુ જાય તેવી શક્યતા છે.. શરૂઆતના સમયમાં કેરીના ઝાડ પર ફ્લાવરીંગ સારુ આવ્યુ હતુ પરંતુ અચાનક ગરમી પડતા ફ્લાવરીંગ ખરી પડ્યું છે. તો પૂરતા પાણીના અભાવે પણ ઉત્પાદન ઓછું જાય તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે..ખાસ કરીને ભુજ તાલુકામાં અત્યારથી નાની કેરીઓ ખરી પડવાની અનેક ખેડૂતોએ ફરીયાદ કરી છે. કચ્છમાં નખત્રાણા, અંજાર, માંડવી અને ભુજ વિસ્તારમાં સૌથી વધુ કેરીનુ ઉત્પાદન થાય છે.

ખેતીવાડી વિભાગને હજુ કેટલાક વિસ્તારોમાં સારા ઉત્પાદનની આશા

ગત વર્ષે 10,600 હેક્ટરમાં કેરીનુ વાવેતર હતુ જેમા થોડો વધારો થયો છે. તો ગત વર્ષે યોગ્ય ભાવ ન હતા ત્યારે ખેડૂતોનો માલ પણ સારો ઉતર્યો હતો અને 65,000 મેટ્રીક ટન ઉત્પાદન કેરીનુ થયુ હતુ, પરંતુ ચાલુ વર્ષે ખેતીવાડી વિભાગ પણ કોઇ અનુમાન સુધી પહોચી શક્યુ નથી.જોકે કચ્છમાં ઉત્પાદન જળવાઇ રહે કેટલાક વિસ્તારમાં સારા ઉત્પાદનની પણ તેમને આશા છે.કચ્છમાં ખેડૂતોની સારા કેરીના ઉત્પાદનની આશા પર વાતાવરણ ઘણીવાર પાણી ફેરવી નાંખે છે.છતાં પણ કચ્છની કેરીનુ ઉત્પાદન જળવાઇ રહે છે, ખેતીવાડી વિભાગને હજુ કેટલાક વિસ્તારોમાં સારા ઉત્પાદનની આશા છે.પરંતુ ખેડૂતોના મતે વધુ કિંમતે પણ કચ્છની કેરી ખાનારા શોખીનોને થોડું તો નિરાશ થવુ પડશે.

આ પણ વાંચો :  Vadodara :ડભોઇ જિલ્લાના ખેડૂતો નર્મદાના સિંચાઇના પાણીથી વંચિત, ઉગ્ર આંદોલનની ચીમકી

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો :  સુરત : કરોડોની છેતરપિંડીના કેસમાં નાગર દંપતિની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી, જાણો કેવી રીતે કરી ઠગાઇ ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:11 pm, Sun, 10 April 22

Next Article