Kutch: શુ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ આપણા હાથમાં છે? જાણો શું કહે છે નિષ્ણાતો

|

Feb 27, 2022 | 5:24 PM

સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેન્દ્ર ગાંધીધામ દ્વારા કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જેમાં ગર્ભ ધારણ કરવા પહેલાથી લઇ બાળકને જન્મ આપવા સુધી શુ કરવુ જોઇેએ તે અંગેની વૈજ્ઞાનીક દાખલાઓ સાથે સમજ અપાઇ હતી.

Kutch: શુ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ આપણા હાથમાં છે? જાણો શું કહે છે નિષ્ણાતો
સમર્થ ભારત ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેન્દ્ર-ગાંધીધામ દ્રારા માર્ગદર્શન શિબીરનુ આયોજન કરાયુ હતુ.

Follow us on

આધુનિક સમયમાં આજે આપણે ધણી પૌરાણીક પરંપંરાને અનુસરતા નથી પરંતુ તેની પાછળ મોટુ વિજ્ઞાન (Science)  છુપાયેલુ છે. જે સમયંતરે સામે આવ્યુ છે. એક સમયે ગર્ભવતી મહિલા (Pregnant women) ઓ ચોક્કસ નિયમોનુ પાલન કરી આહાર-વિહાર સાથે બાળક (child) ને જન્મ આપવા માટેની ચોક્કસ પધ્ધતિને અનુસરતી જો કે સમય બદલાવા સાથે તેમાં લોકોની રૂચી ધટી રહી હતી. જો કે ગુજરાત ભારત સહિત વિવિધ જગ્યાએ ફરી ગર્ભ સંસ્કારના મહત્વને સમજાવી શ્રેષ્ટ સંતાન કઇ રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે કામ થઇ રહ્યુ છે. અને જેમા અનેક લોકો જોડાઇ રહ્યા છે.

સમર્થ ભારત ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેન્દ્ર-ગાંધીધામ દ્રારા માર્ગદર્શન શિબીરનુ આયોજન કરાયુ હતુ. જેમાં 122 દંપતિઓએ ભાગ લીધો હતો. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ તથા ગાંધીધામ, ગ્રીનલેન્ડ કાઉન્સીલ-પૂર્વ કચ્છ રીજીયનના સહયોગથી સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેન્દ્ર ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જેમાં ગર્ભ ધારણ કરવા પહેલાથી લઇ બાળકને જન્મ આપવા સુધી શુ કરવુ જોઇેએ તે અંગેની વૈજ્ઞાનીક દાખલાઓ સાથે સમજ અપાઇ હતી. જેમાં સ્ત્રીરોગ નિષ્ણાંતો સાથે અનેક જાણકારોએ માર્ગદર્શન આપ્યુ હતુ.

ગુજરાત અને ભારતમાં ધણી એવી સંસ્થાઓ છે જે આ માટે કામ કરે છે. ગાયત્રી પરિવાર દ્વારા પણ ભારતના અનેક કેન્દ્ર પણ ગર્ભ સંસ્કારથી લઇ 16 સંસ્કારનુ મહત્વ ફરી વધે તે માટે કાર્ય કરી રહી છે. તો સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેન્દ્ર પણ ભારતમાં 50 અને ગુજરાતમાં 3 કેન્દ્રો પર આ કામ કરી રહ્યુ છે. સંસ્થા દ્રારા અત્યાર સુધી ગુજરાતના 2થી વધુ લોકોને ગર્ભ સંસ્કાર માટે પ્રેરણા અપાઇ છે તો ગાંધીધામમા અત્યાર સુધી 600 દંપિત ગર્ભ સંસ્કારના નિયમો પાળી બાળકને જન્મ આપી ચુક્યા છે. ત્યારે તેના અનુભવો વર્ણન સાથે નિષ્ણાતોએ પોતાના મહત્વ આપ્યા હતા.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

શ્રેષ્ઠ જનન દ્વારા શ્રેષ્ઠ સંતાન

જામનગર ગર્ભ વિજ્ઞાન અનુસંધાનના ડાયરેક્ટર અને ગર્ભ વિજ્ઞાનના તજજ્ઞ  આયુર્વેદાચાર્ય કરિશ્મા નારવાણીએ માસાનુમાસિક ગર્ભિણી પરિચર્યા સમજાવતા માતા પિતા બનતા પહેલા શરીર શુદ્ધિ , મન શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે ભારતમાં શ્રેષ્ઠ જનન દ્વારા શ્રેષ્ઠ સંતાનને જન્મ આપવાની પરંપરા હતી તે વચ્ચેના સમયમાં આપણે ભૂલી ગયા હતા, આજે ફરીથી જાગૃત બની આ કાર્ય કરવું એ રાષ્ટ્રની આવશ્યકતા છે.

ગર્ભ સંસ્કાર કર્મકાંડ નથી પણ જીનેટિક એન્જીનીયરિંગ

ગર્ભ સંસ્કાર એ કર્મકાંડ નથી, પણ જીનેટિક એન્જીનીયરીંગ છે ,ગર્ભમાં બાળકના માસવાર વિકાસ દરમિયાન શું ખાવું, કેવા વસ્ત્રો પહેરવા,કેવા દ્રવ્યોથી સ્નાન કરવું, કેવો યોગાભ્યાસ અને વ્યાયામ કરવા, શું જોવું, શું વાંચવું તેની સકારાત્મક અસરો જેવા વિષેયો પર જાણકારી આપી હતી.

અનેક દંપતિને લાભ થયો

આપણુ બાળક અન્ય બાળકો કરતા ચડીયાતુ બને તેવી દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે. પરંતુ તેના માટે આપણે પૌરાણીક ગર્ભ સંસ્કારની આપણી ભારતીય પરંપરાને ભુલી રહ્યા છીએ ત્યારે વૈજ્ઞાનીક દ્રષ્ટ્રાતો અને ગર્ભ સંસ્કાની સંપુર્ણ માહિતી સાથે કઇ રીતે શ્રેષ્ઠ બાળક જન્મે તે માટે ફરી પ્રયાસો શરૂ થયા છે. ગર્ભ સંસ્કરણ કેન્દ્રના ભરત ધોકાઇએ માહિતી આપતા જણાવ્યુ હતુ. કે અનેક દંપતિને લાભ થયો છે.

જીનેટિક બિમારીઓથી બાળકને બચાવી શકાય

ગર્ભ સંસ્કારથી અને જીનેટીક બિમારીઓ (Genetic disease) થી બાળકને બચાવી શક્યાના પણ દાખલા છે ત્યારે આખા ભારતમા આવા 100 કેન્દ્રો ખુલે તેવા પ્રયાસ સાથે વધુમા વધુ લોકોને જોડવા પ્રયાસો કરાઇ રહ્યા છે. સમર્થ ભારત કેન્દ્ર્ સહિત અનેક ધાર્મીક-સામાજીક સંસ્થાઓ આવા કેન્દ્રો મારફતે માર્ગદર્શન અને સેવા આપી રહ્યા છે જેનુ પરિણામ ભવિષ્યના ભારતને ચોક્કસ મળશે.

આ પણ વાંચોઃ Ukraine: ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાનું શરુ, હજુ બોર્ડર પર ઘણા ફસાયેલા છે, વતન લાવવા માટે સરકાર પાસે મદદની આજીજી

આ પણ વાંચોઃ ભારતીય કિસાન સંઘનું રાજ્ય સરકારને અલ્ટીમેટમ, ખેડૂતોને એકસમાન વીજદર લાગુ કરવાની માગ

Published On - 5:14 pm, Sun, 27 February 22

Next Article