Kutch : ગાંધીધામમાં હાઇ પ્રોફાઇલ હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો, 10 કરોડની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ

|

Oct 19, 2022 | 4:53 PM

ગુજરાતના  કચ્છ(Kutch)ફરી એકવાર કચ્છમાં એક હાઇપ્રોફાઇલ હનીટ્રેપનો(Honey Trap)કિસ્સો સામે આવ્યો છે. જેમાં 8 વ્યક્તિઓ વિરૂધ્ધ ગાંધીધામના (Gandhidham) પ્રતિષ્ઠીત વેપારીએ ફરીયાદ નોંધાવી છે. આરોપીઓએ ક્લીપના બદલામાં 10 કરોડની ખંડણી પણ માંગતા પોલીસે ફરીયાદ નોંધી ભુજના નામચીન વિનય રેલોનની ધરપકડ કરી છે.

Kutch : ગાંધીધામમાં હાઇ પ્રોફાઇલ હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો, 10 કરોડની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ
Gandhidham Honey Trap
Image Credit source: Representive Image

Follow us on

ગુજરાતના  કચ્છ(Kutch)ફરી એકવાર કચ્છમાં એક હાઇપ્રોફાઇલ હનીટ્રેપનો(Honey Trap)કિસ્સો સામે આવ્યો છે. જેમાં 8 વ્યક્તિઓ વિરૂધ્ધ ગાંધીધામના (Gandhidham) પ્રતિષ્ઠીત વેપારીએ ફરીયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ છે. આરોપીઓએ ક્લીપના બદલામાં 10 કરોડની ખંડણી પણ માંગતા પોલીસે ફરીયાદ નોંધી ભુજના નામચીન વિનય રેલોનની ધરપકડ કરી અન્ય આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છના ચર્ચિત વ્યક્તિઓ દ્રારા ગાંધીધામના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી 10 કરોડની ખંડણીનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર ફેલાઇ છે. 3 મહિના પહેલા ગાંધીધામના વેપારી અનંત ચમનલાલ ઠક્કર(તન્ના)ના સંપર્કમાં વડોદરાની એક યુવતી આવી હતી અને તેઓ હોટલમાં મળ્યા હતા. જોકે થોડા સમય બાદ યુવતીએ તેની ક્લીપ ઉતરી હોવાનું કહી પૈસાની માંગણી કરી હતી.ત્યાર બાદ વિનય રેલોન સહિત અન્ય વ્યક્તિઓ સામે આવ્યા હતા.જેને વેપારીને મામલો પતાવવા માટે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે મામલે પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી છે.

વિનય રેલોનની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી

ઘણા સમય ચર્ચિત આ મામલે ફરિયાદની અરજી બાદ પોલીસે તપાસ કર્યા બાદ આ મામલે 8 શખ્સ સામે ફરિયાદ નોંધી છે. જેમાં વિનય રેલોન, જંયતી ભાનુશાળી હત્યા કેસના આરોપી જંયતી ઠક્કર ડુમરા, હરેશ કાંઠેચા વકિલ ભચાઉ, ખુશાલ ઠક્કર, મનીષ મહેતા, રમેશ જોશી તથા તેના ભાઇ શંભુ જોશી તથા વડોદરની સુરતમાં રહેતી આશા ધોરી સામે ફરિયાદ નોંધી છે. આરોપીએ ક્લીપ વાયરલ કરવાની ધમકી આપી 10 કરોડની ખંડણી માંગી હતી. જેમાં વિનય રેલોનની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ક્લીપ વાયરલ કરવાની વાત કરી 10 કરોડ માંગ્યા હતા

ચકચારી એવા આ કિસ્સામાં આદિપુર નજીક એક હોટલમાં વેપારી યુવતીને મળ્યા બાદ યુવતીએ થોડા પૈસા માંગ્યા હતા. ત્યાર બાદ અન્ય શખ્સોએ ભુજ તથા અલગ-અલગ જગ્યાએ બોલાવી ફોન પર વાત કરી ક્લીપ વાયરલ કરવાની વાત કરી 10 કરોડ માંગ્યા હતા. જે મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. જેમાં ભુજમાં પ્રથમ મળનાર વિનય રેલોનને પોલીસે ઝડપી પાડ્યો છે સાથે પુરાવા મેળવી અન્યની શોધખોળ શરૂ કરી છે. આરોપી પૈકી જેન્તી ઠક્કર ડુમરા હાલ જેલમાં છે, જેલમાં રહી આવુ કાવતરું કઇ રીતે રચ્યુ તે પણ પોલીસ તપાસ કરશે..

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

હાઇ પ્રોફાઇલ વ્યક્તિઓને સાંકળતા આ કિસ્સામાં હાલ તો એક વ્યક્તિની ધરપકડ થઇ છે. પરંતુ હાઇપ્રોફાઇલ આ કેસમાં આગામી સમયમાં નવા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતા છે. કેમ કે આરોપી પૈકી જેન્તી ઠક્કર, વિનય રેલોન, કુશાલ ઠક્કર સામે અગાઉ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. ત્યારે જોવુ રહ્યુ હાઇપ્રોફાઇલ હનીટ્રેપ અને ખંડણીના કિસ્સામાં શું ખુલાસાઓ થાય છે.

 

Next Article