Kutch : કોરાધાકોર નખત્રાણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડયો

|

Aug 31, 2021 | 6:24 PM

નખત્રાણા તાલુકાના શાંગનારા, વિથોણ, દેશલપર, પલીવાડ ગામમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તો મુન્દ્રા અને નિરોણા પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી છે.

કચ્છના અત્યાર સુધી કોરાધાકોર રહેલા નખત્રાણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. નખત્રાણા તાલુકાના શાંગનારા, વિથોણ, દેશલપર, પલીવાડ ગામમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તો મુન્દ્રા અને નિરોણા પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી છે.

આ ઉપરાંત જ આજે દક્ષિણ ગુજરાતમાં ઉમરગામમાં 11 ઈંચ, વાપી 5 ઈંચ ,કપરાડા 3 ઈંચ, માણસા 2 ઈંચ , વઘઈમાં 2 ઈંચ ,ખેરગામ 3.75 ઈંચ, પારડી 1 ઈંચ, આહવા1 ઈંચ અને વાંસદામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ  પૂર્વે સુકા પ્રદેશ કચ્છમાં અપૂરતા વરસાદના પગલે લીલા ઘાસચારાની તંગી સર્જાઈ છે. ત્યારે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો  હતો. CMને પાઠવેલા પત્રમાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા જણાવ્યું  હતું. હાલ પાંજરાપોર, ગૌશાળા કે માલધારીઓના પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે. સરકાર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા નહી કરાય તો પશુઓ કફોડી સ્થિતિમાં મુકાઈ જશે.

જ્યારે  ગુજરાતમાં પાંચ દિવસ મેઘરાજાની મહેર રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તો અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે માછીમારોને ત્રણ દિવસ ગુજરાતનો દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતના મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન પ્રવાસીઓને આકર્ષવામાં સફળ, ત્રણ દિવસમાં દોઢ લાખ પ્રવાસીઓ ઉમટ્યા

આ પણ વાંચો :  Ahmedabad : આચાર્ય વગરની કોલેજો સામે GTUની લાલ આંખ, કોલેજોની 25 ટકા સીટ ઘટાડી

Next Video