Kutch: નર્મદાના પાણી મુદ્દે ખેડૂતો લડતના મૂડમાં, સરકારને આપ્યું અલ્ટીમેટમ

|

Jan 11, 2022 | 4:56 PM

ગુજરાતના(Gujarat) કચ્છના(Kutch) છેવાડાના ગામો સુધી નર્મદાનુ પાણી(Narmda Water)પહોચે તે માટે ગુજરાતની ભાજપ સરકારે અનેક પ્રયત્નો પણ કર્યા અને કચ્છમાં નર્મદાનુ અવતરણ થયુ. તેમજ આજે અંજારના ટપ્પર ડેમ સુધી નર્મદાના પાણી પહોચ્યા છે. જો કે 2006માં સરકારે જાહેરાત કરી હતી કે કચ્છને વધારાનુ એક મિલીયન ફીટ પાણી મળશે પરંતુ આજે આટલા વર્ષો બાદ આ જાહેરાત પુર્ણ […]

Kutch: નર્મદાના પાણી મુદ્દે ખેડૂતો લડતના મૂડમાં, સરકારને આપ્યું અલ્ટીમેટમ
Kutch Farmers protest Over Narmada Water Issue

Follow us on

ગુજરાતના(Gujarat) કચ્છના(Kutch) છેવાડાના ગામો સુધી નર્મદાનુ પાણી(Narmda Water)પહોચે તે માટે ગુજરાતની ભાજપ સરકારે અનેક પ્રયત્નો પણ કર્યા અને કચ્છમાં નર્મદાનુ અવતરણ થયુ. તેમજ આજે અંજારના ટપ્પર ડેમ સુધી નર્મદાના પાણી પહોચ્યા છે. જો કે 2006માં સરકારે જાહેરાત કરી હતી કે કચ્છને વધારાનુ એક મિલીયન ફીટ પાણી મળશે પરંતુ આજે આટલા વર્ષો બાદ આ જાહેરાત પુર્ણ કરાઇ નથી.

ભુજના ટીનસીટી ગ્રાઉન્ડમા કચ્છ ભરના ખેડુતોએ ધરણા યોજ્યા

જો કે 2021 માં કચ્છના ખેડુતોએ(Farmers)  વાંરવારની રજુઆત પછી વડાપ્રધાન સમક્ષ નર્મદાના વધારાના પાણીની યોજના ઝડપી શરૂ કરી પુર્ણ કરવા માંગ કરી હતી. જે અંગે કોઇ હકારાત્મક પરિણામ ન આવતા કચ્છના કિસાનોએ વિરોધ શરૂ કર્યો છે. અનેક રજુઆત અને ધરણા પછી મંગળવારે ભુજના ટીનસીટી ગ્રાઉન્ડમા કચ્છ ભરના ખેડુતોએ ધરણા યોજવા સાથે 20 તારીખ સુધી લેખીતમાં મંજુર થયેલા 3500 કરોડના કામો ઝડપથી વહીવટી મંજુરી આપી શરૂ કરે નહી તો 21 તારીખથી લડત વધુ ઉગ્ર બનશે

કચ્છભરમાંથી ખેડુતોને સમર્થન

ખેતી અને પશુપાલન આધારીત કચ્છ જીલ્લામાં વારંવરા દુકાળ વચ્ચે અહીના લોકો પાણીનુ મહત્વ સમજે છે અને તેથીજ કચ્છ માટે નર્મદાના પાણી કેટલા જરૂરી છે. તે દરેક લોકો સમજે છે. ખેડુતોએ નર્મદાના વધારાના પાણી મુદ્દે શરૂ કરેલી લડતને કચ્છમાંથી અનેક ધાર્મીક સંસ્થાના સંતો અને સામાજીક સંસ્થાઓએ સમર્થન આપ્યુ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

કચ્છના વિવિધ સમાજ,ઓદ્યોગીક સંસ્થાને પણ ટેકો જાહેર કર્યો

જેમાં ભુજ સ્વામીનારાયણ મંદિરના સંતો સહિત અનેક મહંતો પણ વિરોધમાં જોડાયા હતા અને ખેડુતોને ટેકો જાહેર કર્યો હતો. તો કચ્છના વિવિધ સમાજ,ઓદ્યોગીક સંસ્થાને પણ ટેકો જાહેર કર્યો હતો. ખેડુતોને દાવો છે કે વિવિધ ગ્રામ પંચાયત સહિત અત્યાર સુધી 600થી વધુ સંસ્થાન પંચાયતે ટેકો જાહેર કર્યો છે.

ખેડુતો વિરોધ ચાલુ રાખશે

તેમજ હવે આશ્વાસન નહી સરકાર જ્યા સુધી નક્કર લેખીત જવાબ નહી આપે ત્યા સુધી ખેડુતો વિરોધ ચાલુ રાખશે જેથી 20 તારીખ પહેલા કચ્છ માટે સરકાર કાઇ નક્કર વિચારે નહી તો 21 તારીખથી કચ્છના સાંસદ-ધારાસભ્યને ધેરાવ તથા સરકારી કાર્યક્રમના બહિષ્કાર અને ચક્કાજામ સહિત કચ્છ બંધનુ એલાન પણ ખેડુતો આપશે તેવી જાહેરાત ધરણા સ્થળેથી ખેડુતોએ કરી હતી.

યોજનાથી કચ્છને મોટો ફાયદો

કચ્છમાં પીવાના પાણીની જરૂરીયાત નર્મદાનુ પાણી મળતા હળવી બની છે. પરંતુ હજુ પણ કચ્છમાં સિચાઇ માટેના પાણી પુરતા મળતા નથી તેવામા નર્મદા ડેમમાંથી જે રીતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને લાભ મળી રહ્યા છે તે પાણી કચ્છને મળવાનુ હતુ 2006માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ માટે જાહેરાત કરી કચ્છને વધારાના 1 મીલીયન ફીટ પાણી આપવાની જાહેરાત કરાઇ હતી ત્યાર બાદ વિજય રૂપાણી સરકારમાં નર્મદાના કામ માટે બજેટમાં 3500 કરોડ રૂપીયાની જાહેરાત કરાઇ હતી.

2006 થી કામ વિલબીંત

પરંતુ 2006 થી કામ વિલબીંત છે. ખરેખર નર્મદાથી-નારાયણ સરોવર સુધી પાણી પહોંચે તેવુ આયોજન હતુ પરંતુ 2014 માં કચ્છના ભચાઉ અને ત્યાર બાદ પીવા તથા સિંચાઇ માટે અંજાર સુધી પાણી પહોચ્યુ છે. પરંતુ જો નર્મદાનુ પુરૂતુ પાણી કચ્છને મળે તો ખેતી-પશુપાલન સહિત અનેક ફાયદો કચ્છને મળે તેમ છે. સાથે સરહદી વિસ્તારોમાંથી થઇ રહેલી હિજરત પણ નર્મદાના પાણીથી બંધ થશે

નર્મદા મુદ્દે સરકાર નક્કર જાહેરાત કરે

કચ્છને નર્મદાના પાણી મળવાની આશાએ અનેક આંખો કાયમ માટે બંધ થઇ ગઇ છે. જો કે કચ્છમાં નર્મદાનુ પાણી અવતરણ થતા કચ્છને એક મોટી આશ બંધાઇ હતી પરંતુ દોઢ દાયકાથી કામ અટકી જતા હવે ખેતી-પશુપાલન ટકાવવુ મુશ્કેલ બન્યુ છે ઉંડા જતા પાણીના સ્તર અને નિયમિત વરસાદ વચ્ચે હવે જો નર્મદા મુદ્દે સરકાર નક્કર જાહેરાત નહી કરે તો 21 તારીખ પછી કચ્છથી લઇ ગાંધીનગર સુધી લડાઇની ખેડુતોએ તૈયારી કરી છે, જેને મોટુ જન સમર્થન મળ્યુ છે.હાલ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતને યોગ્ય પાણી મળી રહ્યુ છે પણ કચ્છને નહી

આ પણ વાંચો : Ahmedabad : પતંગ પકડવા જતાં 9 વર્ષના બાળકને 11,000 કિલોવોટનો કરંટ લાગ્યો, જીવ બચાવી લેવાયો

આ પણ વાંચો :  Surat: પતંગ રસિક અજય રાણાએ જાગૃતિ ફેલાવવા બનાવી અનોખી પતંગ, ‘ઓમિક્રોન’ અને ‘STOP રેપ’ થીમ પર બનાવી પતંગો

Published On - 4:53 pm, Tue, 11 January 22

Next Article