Kutch: 22 વર્ષ બાદ કંડલા પોર્ટ ઉપર ઓઈલ જેટીનું નિર્માણ, સાગરમાલા, ગતિશક્તિ જેવી યોજનાઓ હેઠળ બંદરોનો જેટ ગતિએ વિકાસ

|

Jan 23, 2023 | 11:14 PM

કંડલા છેલ્લા 15 વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન છે, આ સાથે જ દેશનું મેગા પોર્ટ બનવા તરફ કદમ માંડી રહ્યું છે. ત્યારે આજે જુના કંડલા ખાતે નવર્નિર્મિત જેટી નંબર.7 નું લોકાર્પણ તથા અન્ય ત્રણ પ્રોજેક્ટના ખાતમુહૂર્તથી પોર્ટ સાથેનો બિઝનેસ વધુ સરળ અને સુગમ તથા ઝડપી બનશે.

Kutch: 22 વર્ષ બાદ કંડલા પોર્ટ ઉપર ઓઈલ જેટીનું નિર્માણ, સાગરમાલા, ગતિશક્તિ જેવી યોજનાઓ હેઠળ બંદરોનો જેટ ગતિએ વિકાસ

Follow us on

કચ્છ જિલ્લાના જાણીતા બંદર કંડલા ખાતે નવનિર્મિત જેટી નંબર 7 નું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલની વર્ચ્યૂઅલી ઉપસ્થિતિમાં હસ્તે કરવામાં આવ્યું હતું. તેની સાથે જ  અન્ય 3  વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સર્બાનંદ સોનોવાલ વર્ચ્યૂઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કંડલાને વિકાસની ભેટ આપી હતી. લગભગ 22 વર્ષ બાદ કંડલા પોર્ટ પર ઓઇલ જેટીનું નિર્માણ થયુ છે. કાર્યક્રમમાં કચ્છના ચૂંટાયેલા પ્રતિનીધીઓ સાથે કેન્દ્રીય શિપીંગ મીનીસ્ટ્રીના અધિકારીઓ પણ વર્ચુઅલની જોડાયા હતા.

સાગરમાલા, ગતિશક્તિ વગેરે જેવી યોજનાઓ હેઠળ બંદરોનો જેટ ગતિએ વિકાસ

કંડલા છેલ્લા 15 વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન છે આ સાથે જ દેશનું મેગા પોર્ટ બનવા તરફ કદમ માંડી રહ્યું છે ત્યારે આજે જુના કંડલા ખાતે નવર્નિર્મિત જેટી નંબર.7 નું લોકાર્પણ તથા અન્ય ત્રણ પ્રોજેક્ટના ખાતમુહૂર્તથી પોર્ટ સાથેનો બિઝનેસ વધુ સરળ અને સુગમ તથા ઝડપી બનશે. કુલ રૂ. 279  કરોડના પ્રોજેક્ટોનું વર્ચ્યુઅલી લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કેન્દ્રીય શીંપિગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કર્યુ હતુ.

કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તળે દેશ અનેક ક્ષેત્રે નવા શિખરો સર કરી રહ્યો છે. દેશના દરેક પ્રાંતનું સશક્તિકરણ થયું છે. સાગરમાલા, ગતિશક્તિ વગેરે જેવી યોજનાઓ હેઠળ બંદરોનો જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. દીનદયાળ પોર્ટમાં આકાર લેનાર નવા પ્રોજેક્ટ થકી દેશના 3000 મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંકને હાંસિલ કરવામાં મદદ મળશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રૂપિયા73.92 કરોડના ખર્ચે જેટી નંબર 7ના લોકાર્પણ સાથે રૂપિયા 98.41કરોડના ખર્ચે ઓઇલ જેટી નંબર 8 થી 11 ના બેકઅપ એરિયાના વિકાસ માટે તેમજ કાર્ગો બર્થ સુધીની રેલ્વે લાઈન સાથે ફોર લાઇન રોડ નિર્માણ કરીને કોમન કોરીડોર નિર્માણનું કાર્ય તથા રૂા 39.66 કરોડના ખર્ચે કાર્ગોજેટીની અંદર બીજા તબક્કામાં ડોમ શેઇપના સ્ટોરેજ શેડનું બાંધકામ એમ આ ત્રણ પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું .

જેટીના નિર્માણથી લિક્વિડ કાર્ગો હેન્ડલીંગનું પ્રમાણ વધી જશે જેનાથી પોર્ટ સાથે જોડાયેલા બિઝનેસમેનો સહિત દરેક વ્યક્તિઓને ફાયદો થશે. ભવિષ્યની સંભાવનાને જોતા આવતા વર્ષે જેટી નં 8 પણ લોકાર્પણ માટે તૈયાર થઇ જશે.

આ પ્રકલ્પો બંદરના વિકાસ માટે મીલના પથ્થર પુરવાર થશે. છેલ્લા 22 વર્ષ બાદ નવી જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ અન્ય પ્રોજેક્ટ આકાર લઇ રહ્યા છે. જેના કારણે કંડલા પોર્ટની હેન્ડલિંગ કેપેસિટીમાં વધારો થઈ જશે તેમ જ છેલ્લા 15 વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન રહેતું પોર્ટ વધુ કિર્તીમાન સર્જશે.પોર્ટ ચેરમેન સંજય મહેતાએ ભવિષ્યના અન્ય પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપીને તે અંગે વિગતવાર ઉદ્યોગકારોને વાકેફ કર્યા હતા.

Next Article