Kutch: હરામીનાળામાંથી BSFએ 9 પાકિસ્તાની બોટ પકડી પાડી, બોટમાં આવેલા લોકોની શોધખોળ

| Edited By: | Updated on: Feb 10, 2022 | 3:22 PM

બીનવારસી મળી આવેલી આ 9 બોટમાં સવાર માછીમારો ક્યાં ગયા તેની શોધખોળ ચાલી રહી છે, આ ઉપરાંત આવી અન્ય બોટની પણ શોધખોળ માટે BSF દ્વાર અભિયાન શરૂ કરાયું છે, આ બોટ પાકિસ્તાનના માછીમારોની છે કે તેમાં અન્ય કોઈ ઘુસણખોર હતા તેની પણ તપાસ કરાઈ રહી છે

કચ્છ (Kutch) માં પાકિસ્તાની બોર્ડર પર આવેલા હરામીનાળા (Haraminala) મારફત પાકિસ્તાનીઓ વારંવાર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે અને તેની બોટ પકડાતી હોય છે. આવી જ એક સાથે  પાકિસ્તાન (Pakistan) ની 9 બોટ BSFની કચ્છની કાર્યવાહી દરમિયાન પકડાઈ છે. આ તમામ બોટ (boat) ભારતીય સરહદમાંથી જપ્ત કરાઈ છે. બોટમાં સવાર માછીમારો ક્યાં ગયા તેની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત આવી અન્ય બોટની પણ શોધખોળ માટે BSF દ્વાર અભિયાન શરૂ કરાયું છે.

પાકિસ્તાન દ્વારા તાજેતરમાં માછીમારો સાથેની ભારતીય બોટનુ અપહરણ કરાયુ હતું ત્યારે હવે કચ્છ સરહદે BSFના પેટ્રોલિંગ અને કોમ્બિંગ દરમ્યાન 9 જેટલી બોટ પકડાઇ છે. આ બોટ પાકિસ્તાનના માછીમારોની છે કે તેમાં અન્ય કોઇ ઘુસણખોર હતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ બોટ તથા માછીમારો હોવાની શક્યતાને ધ્યાને રાખી BSFનુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

એક દિવસ પહેલાં જ ભારતની 78 માછીમારોનું અપહણ કરાયું હતું.

છેલ્લા 24 કલાકમાં કુલ 13 ફિશિંગ બોટ અને 78 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને હજુ અપહ્યત બોટ તથા માછીમારોની સંખ્યા વધે તેવી શક્યતા છે. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારો અને બોટનું અપહરણ કરવાનો આ એક સપ્તાહમાં ચોથો બનાવ છે. એક અહેવાલ પ્રમાણે હાલ 600 જેટલા ભારતીય માછીમારો અને 1,200 જેટલી ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે.

ભારતીય જળસીમામાંથી અપહરણ કરાયું હતું

પોરબંદરમાં IMBL પાસેથી 2 ભારતીય બોટ અને 16 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મરીને માછીમારો ભારતીય જળ સરહદમાં હોવા છતાં તેમને માછીમારી ન કરવા માટે સૂચના આપી હતી. તેમનો ભારતીય માછીમારો સાથેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં પાકિસ્તાન મરીનના અધિકારી ભારતીય માછીમારોને પાછા વળી જવાનો ઓર્ડર કરી રહ્યા છે. જોકે માછીમારોના કહેવા પ્રમાણે તેઓ ભારતીય જળસીમાની 10 કિમી અંદર તરફ માછીમારી કરી રહ્યા હતા અને ખોટી રીતે દબાણ કરીને અપહરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ  Aravalli: ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાની તબિયત કથળી, વધુ સારવાર માટે ચેન્નાઇ ખસેડાયા, બે સપ્તાહ પહેલાં કોરોના થયો હતો

આ પણ વાંચોઃ Porbandar : માછીમારીઓના પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ મુદ્દે કોસ્ટ ગાર્ડ અને માછીમારો વચ્ચે બેઠક