Kutch: બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર, 46378 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

|

Mar 03, 2023 | 6:38 PM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 બોર્ડની 14 માર્ચથી 29માર્ચ સુધી પરીક્ષા યોજાનાર છે ત્યારે જિલ્લા કક્ષાએ પરીક્ષાની તૈયારીની સમીક્ષા હેતુ શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોરે વીડીયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લા કલેકટર પાસેથી તૈયારીની માહિતી મેળવીને માર્ગદર્શન આપ્યું હતું

Kutch: બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર, 46378 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
Student Helpline

Follow us on

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 બોર્ડની 14 માર્ચથી 29માર્ચ સુધી પરીક્ષા યોજાનાર છે ત્યારે જિલ્લા કક્ષાએ પરીક્ષાની તૈયારીની સમીક્ષા હેતુ શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોરે વીડીયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લા કલેકટર પાસેથી તૈયારીની માહિતી મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.આજે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રીએ પરીક્ષાના કેન્દ્રો પર કોઇ ગેરરીતી ન થાય તે માટે પૂરતી ચકાસણી સાથે પોલીસ બંદોબસ્ત મુકવા, સી.સી ટીવી કેમેરા મુકવા ,એસ.ટી બસના રૂટ, વીજ પુરવઠો, આરોગ્ય ટીમની વ્યવસ્થા સહિત વિવિધ મુદે માર્ગદશર્ન આપીને તેનું પાલન કરવા સુચના આપી હતી.

બાળકો તણાવમુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેના તમામ પગલા લીધા

આ બેઠકમાં કલેકટર દિલીપ રાણાએ જિલ્લા શિક્ષણ તંત્ર, પોલીસ વિભાગ, પીજીવીસીએલ તથા એસ.ટી વિભાગ સહિતના સંબંધિત વિભાગ સાથે પરીક્ષા સંદર્ભે તૈયારીની ચર્ચા કરીને પરીક્ષા વ્યવસ્થાન યોગ્ય રીતે થાય તે માટે સુચના આપી હતી. જેમાં કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ કરાવવા, સ્ટ્રોંગરૂમની સુરક્ષા, તમામ ખંડમાં સીસી ટીવી કેમરા મુકવા, કેન્દ્રો પર આરોગ્યને અનુલક્ષીને જરૂરી દવા અને પૂરવઠો રાખવા, કાયદા નું પાલન કરાવવા તેમજ બાળકો તણાવમુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેના તમામ પગલા ભરવા સુચના આપી હતી.

કચ્છમા આટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આજે યોજાયેલી બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, કચ્છમાં ધો.10 ની ત્રણ ઝોનમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં ભુજ, ગાંધીધામ અને નખત્રાણાનો સમાવેશ થાય છે. 37 કેન્દ્ર છે જેમાં 28,222 છાત્રો પરીક્ષા આપશે. જયારે ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ભુજ અને ગાંધીધામ ઝોનમાં પરીક્ષા લેવામાં આવશે. જેમા ધો.12 સામાન્ય પ્રવાહની 13 કેન્દ્ર માં 16,584 તથા ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં 4 કેન્દ્ર પર 1572 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે .

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

આમ ધો.12 માં કુલ 18,156 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ, ધો.10 અને ધો.12ના કુલ મળીને કચ્છમાં 46378 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો કચ્છમાં ભચાઉ કેન્દ્રમાં 6 પરીક્ષા બિલ્ડીંગ , સામખિયાળીમાં 4 શાળા બિલ્ડીંગ જયારે આડેસરમાં 2 શાળા બિલ્ડીંગને સંવેદનશીલ જાહેર કરાયા છે. જયારે અતિ સંવેદનશીલ કેન્દ્રમાં રાપર કેન્દ્રના 5 શાળા બિલ્ડીંગ, ફતેહગઢમાં એક અને બાલાસરમાં એક પરીક્ષા બિલ્ડીંગનો સમાવેશ થાય છે.

આજે યોજાયેલ બેઠકમાં અધિક નિવાસી કલેકટર મિતેશ પંડ્યા ,જિલ્લા શિક્ષણ વિભાગ, પીજીવીસીએલ, એસ.ટી વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.પરીક્ષાને લઇને કોઇપણ મુંઝવણ હોય તો વિદ્યાર્થીઓ માટે બોર્ડના હેલ્પલાઇન નંબર , 1800-233-5500  જીવન આસ્થા હેલ્પલાઇન નં. 1800-233-3330, સ્ટેટ કંટ્રોલ રૂમ – 9909038768 તથા કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજના કંટ્રોલરૂમ નંબર – 02832-250156 પર સંપર્ક કરી શકાશે તેવી જાહેર અપીલ શિક્ષણ વિભાગ દ્રારા કરાઇ હતી.

આ પણ વાંચો : Gujarati Video : ગેસ સિલિન્ડર ખભે લાદી વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડા, મોંઘવારી સામે નોંધાવ્યો વિરોધ

Published On - 6:35 pm, Fri, 3 March 23

Next Article