Kutch: ભુજ LCB એ દરોડા પાડતા પ્રતિષ્ઠિત વેપારી,પૂર્વ કાઉન્સિલર સહિત 1 મહિલા ઝડપાઈ, 8ની ધરપકડ સાથે 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત

|

Mar 15, 2023 | 6:56 PM

ભુજ LCB ને ચોક્કસ બાતમી મળી હતી કે માંડવી તાલુકાના પીપરી ગામની સીમમાં આવેલ એક વાડીમાં દરોડો પાડ્યો હતો જેમાં સામજી રામજી સંધાર અલગ-અલગ વિસ્તારમાંથી જુગારીઓ બોલાવી જુગાર રમાડતો હતો

Kutch: ભુજ LCB એ દરોડા પાડતા પ્રતિષ્ઠિત વેપારી,પૂર્વ કાઉન્સિલર સહિત 1 મહિલા ઝડપાઈ,  8ની ધરપકડ સાથે 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત

Follow us on

સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં વધારે જુગાર રમાતો હોય છે, પરંતુ અઠંગ જુગારીઓ માટે દરેક મહિનો શ્રાવણ મહિનો હોય તેમ તેઓ જુગારના દૂષણના વ્યસની બની જતા હોય છે. કચ્છ જિલ્લામાં આવા જુગારીઓ ઉપર પોલીસે તવાઈ બોલાવી હતી.

એક જુગાર કલબ પર ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો છે. જેમાં એક મહિલા સહિત 8 લોકો જુગાર રમતા લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આશ્ચર્યની વાત એ હતી કે આ દરોડામાં રાજકીય આગેવાનો સહિત પ્રતિષ્ઠિત વેપારીઓ પણ ઝડપાયા હતા.

ઝડપાયેલા આરોપી પૈકી પીપરીના સરપંચ વાલજી ભવાનજી સંધાર સામે માંડવી પોલીસ મથકે 2014 તથા 2019માં દુષ્કર્મ સહિત બે ગંભીર ગુન્હાઓ નોંધાયેલ છે. તો કરસન ખીમજી સંધાર સામે પણ અગાઉ IPC-507 મુજબ ગુન્હો નોંધાયેલ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એન.ચુડાસમા ની આગેવાનીમાં પોલrસ કાર્યવાહી કરી વધુ તપાસ માટે કોડાય પોલીસ સ્ટેશનન   આ અંગે વધુ તપાસ કરશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભુજ વોર્ડ નંબર 4માં અગાઉ ભાજપમાંથી કાઉન્સીલર રહી ચુકેલા ઇબ્રાહીમ ઓસમાણ પઠાણ ઉર્ફે (અધાભા) તથા જે જગ્યાએ દરોડો પડ્યો તે ગામના સરપંચ અને અગાઉ દુષ્કર્મ જેવા ગંભીર ગુન્હાઓ જેની સામે નોંધાઇ ચુક્યા છે તેવા વાલજી ભવાનજી સંધારની પણ પોલીસે ધરપકડ કરી છે.  દરોડા દરમ્યાન પુરૂષો સાથે રક્ષા અવનિશ ઠાકોર નામની મહિલા પણ ઝડપાઇ છે.

ભુજ LCB ને ચોક્કસ બાતમી મળી હતી કે માંડવી તાલુકાના પીપરી ગામની સીમમાં આવેલ એક વાડીમાં દરોડો પાડ્યો હતો જેમાં સામજી રામજી સંધાર અલગ-અલગ વિસ્તારમાંથી જુગારીઓ બોલાવી જુગાર રમાડતો હતો. પોલીસે કાર્યવાહી દરમ્યાન પોલિસે 1.19 લાખ રોકડ સહિત બે કાર સહિત કુલ 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓના નામ આ પ્રમાણે છે

ઝડપાયેલા આરોપીઓમાં (1) સામજી રામજી સંધાર રહે.પીપરી(2) અશોક રામજી સોની રહે ભુજ (3) ઇબ્રાહીમ ઓસમાણ પઠાણ ઉર્ફે અધાભા રહે ભુજ(4) અનીલ દયાલાલ ઠક્કર રહે ભુજ(5) કરશન ખીમજી સંધાર રહે પીપરી(6) બળવંતસિંહ શીવુભા જાડેજા રહે અંજાર(7) વાલજી ભવાનજી સંધાર રહે પીપરી તથા રક્ષા અવનિશ ઠાકોર રહે ભુજનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Breaking News: સાઉથ આ ફ્રિકામાં રાજકોટના સિંધી વેપારીની ગોળી મારીને હત્યા, હત્યારાઓએ કરી 70 લાખની લૂંટ

Next Article