વિપુલ ખનીજ સંપતી ધરાવતા કચ્છ (Kutch) થી સમગ્ર ભારત માટે બેન્ટોનાઈટ (Bentonite) પાઉડરનું 90 ટકા ઉત્પાદન થાય છે અને ભારતીય બજારમાં તેની ખુબ માંગ છે અને તેનુ પરિવહન મોટાભાગે રેલવે (Railway) દ્વારા વર્ષોથી થતું આવે છે જો કે હાલ પુરતી રેલવે રેક ન મળતા કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગકારો મુશ્કેલીમા મુકાયા છે. અને બેન્ટોનાઇટ એસોસીયેશને મુખ્યમંત્રી (Chief Minister) ને પત્ર લખી પુરતી રેલવે રેક ફાળવવા માંગ કરી છે.
હાલમાં ડીઝલના ભાવ વધારાના લીધે રેલવે ટ્રાન્સપોર્ટેશનની ખુબ માંગ અનેક ક્ષેત્રોમાં વધી ગઈ હોવાથી રેલવે રેક મળવામાં ખુબ જ મુશ્કેલી થઈ રહી છે કારણ કે બેન્ટોનાઈટ પાવડર જમ્બો બેગમાં રેલ્વે દ્વારા ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે તે ફક્ત અને ફક્ત BOST વેગન માં જ થઈ શકે છે પરંતુ રેલવેમાં આ BOST વેગનની ઉપલબ્ધતા ઓછી હોવાના કારણે તેમજ BOST વેગન અન્યોને ફાળવી દેવામાં આવતા હોવાથી જેના લીધે કચ્છમાં બેન્ટોનાઈટ પાઉડર પરિવહન અટકી ગયુ છે.
હાલમાં બેન્ટોનાઈટ પાવડર માટે 15 થી 20 દિવસ માલ પ્લેટફોર્મ પર આવી ગયેલ હોય તોપણ રેલવે RAKE ફાળવવામાં આવતી નથી જેના લીધે કચ્છનો અતિશય તડકો તેમજ ઝાકળ વાળા વાતાવરણ માં તૈયાર માલની બેગો ડેમેજ થવાનો ભય રહેલો છે તેમ જ આ બેન્ટોનાઈટ ઉદ્યોગ પાસે હવે ફક્ત માલ સપ્લાય કરવા માટે બે મહિનાથી પણ ઓછો સમય રહેલું છે કારણકે બેન્ટોનાઈટ એક એવું પ્રોડક્ટ છે જેને વરસાદમાં રેલ્વે રેક માં ટ્રાન્સપોર્ટ કરવું લગભગ અશક્ય છે જેથી દરેક ફેક્ટરીઓમાં તૈયાર માલ ના સ્ટોક થઈ જવાથી બીજો નવો માલ રાખવા જગ્યા ન હોવાથી નાછૂટકે ઓર્ડર હોવા છતાં ફેક્ટરી બંધ રાખવાની ફરજિયાત ફરજ પડી રહી છે જેના લીધે સંબંધિત ઉદ્યોગ તથા તેના ઉપર નભતા કર્મચારીઓ મજૂરો બેકાર થઇ જવાની ભીતિ પણ વ્યક્ત કરાઇ છે.
કોરોના કાળ પછી માંડ માંડ ઉભા થઈ રહેલા કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગને સતત મુશ્કેલી થઈ રહી છે. તેવામાં હવે પુરતી રેલ્વે રેક ન મળતા બેન્ટોનાઇટ ઉદ્યોગનુ પરિવહન અટકી પડ્યુ છે. ત્યારે મુશ્કેલી બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી કેન્દ્રીય રેલવે મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓને સમસ્યાના ઝડપી ઉકેલ માટેની માંગ કરાઇ છે.
આ પણ વાંચોઃ Banaskantha : મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને રણશીંગુ ફૂંક્યું, ચૂંટણીના બહિષ્કારની ચીમકી
આ પણ વાંચોઃ Surat : સુરતના રસ્તા પર દીકરીના જન્મને વધાવવા ઉદ્યોગપતિએ ગુલાબી બસ ફેરવી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 6:35 am, Thu, 14 April 22