કચ્છ : 79 ગામમાં કનેકટીવીટી નથી તો 129 ગામમાં ડેટા નથી, વિધાનસભા અધ્યક્ષે ટેલીકોમ કંપની સાથે બેઠક યોજી !

|

Feb 07, 2022 | 8:28 PM

કચ્છ જિલ્લાનાં ROW પોલિસી તેમજ કનેકટીવીટી એરિયા બાબતે જાણકારી આપી હતી. કચ્છ જીલ્લામાં 79 ગામો કનેકટીવીટી નથી તો 129 ગામોમાં ડેટા નથી. આ સાથે 2011ની સેન્સસ મુજબ જિલ્લાની ડેટાની વિગતો જણાવી હતી.

કચ્છ : 79 ગામમાં કનેકટીવીટી નથી તો 129 ગામમાં ડેટા નથી, વિધાનસભા અધ્યક્ષે ટેલીકોમ કંપની સાથે બેઠક યોજી !
Kutch: Assembly Speaker holds meeting with telecom company

Follow us on

તાજેતરમાં જ કચ્છ (Kutch) આવેલા ટેલીકોમ મીનીસ્ટર (Minister of Telecom)દેવુસિંહ ચૌહાણે કચ્છના છેવાડાના વિસ્તારોમાં મોબાઇલ કનેકટીવીટી વધારવા અંગે જરૂરી સુચનો અને ખાતરી આપી હતી. ત્યારે આજે કચ્છમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યએ (Nimaben Acharya)કચ્છ કલેકટરની ઉપસ્થિતિમાં ટેલીકોમ કંપની (Telecom company)સાથે બેઠક યોજી હતી. અને કચ્છમાં સરહદ, પ્રવાસન અને કોમર્શિયલ વિસ્તારોમાં સંચાર સંપર્ક સુદ્ઢ બનાવવા પર ભાર મુકાયો હતો.

કચ્છના 129 ગામોમાં નેટવર્ક નથી

કચ્છના વિશાળ વિસ્તારમાં ટેલિકોમ કનેકટીવીટી સુદ્ઢ કરવા માટે કલેકટર પ્રવિણા ડી.કે. સાથે વિધાનસભા અધ્યક્ષએ જિલ્લાના સરહદી વિસ્તારોના ગામો, પ્રવાસન સ્થળો જેવાં કે ધોરડો, નારાયણ સરોવરથી સફેદ રણ, ધોળાવીરા, વીઘાકોટ સરહદ, જખૌ પોર્ટ, અબડાસા અને લખપત તાલુકો, રાપર, ભચાઉ તેમજ ગાંધીધામ, અંજાર જેવાં કોમર્શિયલ વિસ્તારોમાં લો નેટવર્ક અને નેટવર્ક કનેકટીવીટી સહિતની ચર્ચા સબંધિતો સાથે કરી હતી. ટેલિકોમ વિભાગ ગુજરાતના ઉપ મહાનિર્દેશક આશિષ ઠાકરે આ બેઠકમા ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અને કચ્છ જિલ્લાનાં ROW પોલિસી તેમજ કનેકટીવીટી એરિયા બાબતે જાણકારી આપી હતી. કચ્છ જીલ્લામાં 79 ગામો કનેકટીવીટી નથી તો 129 ગામોમાં ડેટા નથી. આ સાથે 2011ની સેન્સસ મુજબ જિલ્લાની ડેટાની વિગતો જણાવી હતી. તેમજ અધ્યક્ષા અને કલેકટર સાથે ચર્ચા કરી તેઓએ સબંધિતોને કરવાની થતી કાર્યવાહીની જાણકારી આપી હતી. બેઠકમાં ચર્ચા બાદ પ્રવાસન સ્થળો, સરહદી વિસ્તારના ગામો અને કોમર્શિયલ વિસ્તારોમાં જરૂરી ટેલિકોમ કનેકટીવીટી માટે અગ્રતા આપવા અધ્યક્ષ ડો.નીમાબેને તાકીદ કરી હતી.

આ બેઠકમાં લાંબા સમયથી નેટવર્કના વિવિધ પ્રશ્નો જેવા કે કેટલાંક ગામડાંઓમાં સંપૂર્ણ કવરેજ નથી જેમકે સરહદના 79 ગામોમાંથી 10 ગામોમાં બિલ્કુલ કવરેજ નથી, પર્વતીય વિસ્તાર, ભચાઉ અને ભુજ તાલુકામાં કોલ ડ્રોપ અને લો ફિકન્સીના પ્રશ્નો, લખપત વિસ્તારનાં કેટલાકં સ્થળોએ ઓછું નેટવર્ક મળે છે.

લખપત અને નખત્રાણા તાલુકાના નેટ કનેકટીવીટીના પ્રશ્નો, જખૌ બંદરની આસપાસના વિસ્તારોના પ્રશ્નોની ચર્ચા કરી હતી.આ બેઠકમાં કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયના ઉપરી પ્રતિનિધિ જયેશ રાવલ અને અર્જુન ટોલિયા ખાસ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત ટેલિકોમ વિભાગના સહાયક મહાનિર્દેશક વિક્રમ ચાવડા, બી.એસ.એફ. ભુજ ડીઆઇજી એસ.કે.શ્રીવાસ્તવ, બીએસએનએલ ભુજના જનરલ મેનેજર આર.પી. મારવાડા, એજીએમ વાય.એચ.ગોસ્વામી, તેમજ બીએસએનએલ, જીયો, એરટેલ, વોડાફોનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના નવા 2909 કેસ નોંધાયા, 21ના મોત

આ પણ વાંચો : Maharashtra: જાણો શિવાજી પાર્ક અને લતા દીદીના અંતિમ સંસ્કાર વચ્ચે શું છે કનેક્શન ?

Next Article