Kutch: બાગાયતી પાકમાં આવતા જીવાતના ઉપદ્રવ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ સૂચવ્યા પગલાં

|

Mar 20, 2023 | 9:44 PM

પાક નિષ્ફળ થતા વૈજ્ઞાનિકોને ટીમ દ્વારા તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવા બાબતની રજૂઆત કરાઇ હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આ અનુંસંધાને વૈજ્ઞાનિકોની ટીમ મોકલવામાં આવી હતી. જેમણે સ્થળ મુલાકાત કરીને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Kutch: બાગાયતી પાકમાં આવતા જીવાતના ઉપદ્રવ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ સૂચવ્યા પગલાં

Follow us on

કચ્છ જિલ્લાના નખત્રાણા તેમજ માંડવી તાલુકાના ખેડૂતો તરફથી ચાલુ વર્ષે બાગાયતી પાકોમાં વેજીટેટીવ, ફ્લાવરીંગ તથા ફળ સેટીંગ જેવી અવસ્થામાં થ્રીપ્સ, માલફોરમેશન, ભૂકીછારો, મધિયો, સ્ટેમ બોરર જેવા રોગ-જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. આ સમસ્યાને કારણે પાક નિષ્ફળ થતા વૈજ્ઞાનિકોને ટીમ દ્વારા તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવા બાબતની રજૂઆત કરાઈ હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આ અનુસંધાને વૈજ્ઞાનિકોની ટીમ મોકલવામાં આવી હતી. જેમણે સ્થળ મુલાકાત કરીને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી વૈજ્ઞાનિકોની એક ટીમ બોલાવવામાં આવેલી હતી. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ડો. મનીષ પટેલ, સહ પ્રધ્યાપક-બાગાયત વિભાગ, ડો. બી.આર.નાકરાણી, સહ પ્રધ્યાપક-રોગશાસ્ત્ર વિભાગ તથા પ્રકાશભાઈ રબારી, મદદનીશ પ્રધ્યાપક-કીટકશાસ્ત્રે સ્થળ મુલાકાત કરી હતી.

વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરતા આંબાના પાકમાં આવતા રોગ-જીવાત થ્રીપ્સ, સ્ટેમ બોરર (આંબાનો મેઢ), માલફોરમેશન (પુષ્પગુચ્છ), ડાયબેક (ગુંદરીયો) નું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું .જે અંગે વૈજ્ઞાનિકો દ્વારા ખે઼ડુતોને સુચનો આપવામાં આવ્યા હતા.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

કચ્છમાં બાગાયતી પાકમાં જોવા મળ્યા આ રોગ

કચ્છમાં કૃષી નિષ્ણાંતોની સ્થળ તપાસ અને ખેડૂતો સાથે સંવાદ દરમ્યાન આ મુજબના રોગ જોવા મળ્યા હતા.  જે બાબતે નિષ્ણાતોએ ખેડૂતોને વિવિધ ઉપાયો સૂચવવા અપીલ કરી હત.

1 થ્રીપ્સનું નિયંત્રણ- થ્રીપ્સના ઉપદ્રવની શરૂઆત સમયે જ નિયત ભલામણ મુજબ કોઈપણ એક દવા છાંટવી. લીંબોળીનું તેલ – 50 મીલી/1 લી. અથવા થાયોમેથોક્ઝામ – 3 ગ્રામ/10 લી. અથવા ઈમીડાક્લોપ્રીડ – 4 મીલી/10 લી. અથવા સ્પીનોસાડ – 3 મીલી/10 લી.

(2)માલફોરમેશન (પુષ્પગુચ્છ)નું નિયંત્રણ-તમામ માલફોર્મડ ફૂલને ૪ ઈંચ હેલ્ધી પાર્ટ સાથે કાપી, બાળીને નાશ કરવો. તેમજ કાપેલ ભાગ પર તરત જ બોડેલ પેસ્ટ લગાવવી.

(3)ડાયબેક (ગુંદરીયો)નું નિયંત્રણ-ચેપગ્રસ્ત ડાળીને કાપીને બાળી નાખવી અને એ ભાગ પર બોરડેલ પેસ્ટ લગાવવી.
ડાયબેક (ગુંદરીયો)નું નિયંત્રણ-ચેપગ્રસ્ત ડાળીને કાપી નાખવી તથા હૉલમાં દવા નાખી પેક કરવું.વધુમાં, બગીચામાં બે ઝાડ વચ્ચે બે ફૂટની જગ્યા હવાની હેરફેર માટે રાખવી જણાવાયુ છે.

કચ્છમાં કેરી સહિતના બાગાયતી પાકોનુ વાવેતર વધ્યુ સાથે સમસ્યા પણ ત્યારે ચાલુ વર્ષે કચ્છની બાગાયતી ખેતીમાં દેખાયેલા રોગથી ખેડુતો ચિંતીત હતા પરંતુ હવે નિષ્ણાંતોએ ખેડુતોને જરૂરી સુચનો આપી રોગ-જીવાતથી પાકને બચાવવા સુચનો કર્યા છે.

વિથ ઇનપુટ: જય દવે, કચ્છ , ટીવી9

Next Article