KUTCH : પ્રભારી સચિવ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રસીકરણ તેમજ કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ !

|

Dec 10, 2021 | 6:50 PM

કચ્છમાં રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સંખ્યા વગેરે વિષયો પર તંત્ર સાથે ચર્ચા કરી જરૂરી સુચનો હર્ષદ પટેલે આપ્યા હતા. આ ઉપરાંત ઓમિક્રોન તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરેને ધ્યાનમાં રાખી રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું.

KUTCH : પ્રભારી સચિવ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રસીકરણ તેમજ કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ !
કચ્છ : કોરોના રસીકરણ

Follow us on

KUTCH : આજે કચ્છ પ્રભારી સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છમાં થયેલ રસીકરણ અંગેની કામગીરી તેમજ કોરોનાની ત્રીજી લહેર તથા નવા વેરીએન્ટ સંદર્ભની પુર્વ તૈયારી અંગેની સમીક્ષા બેઠક કલેકટર-કચેરી ખાતે યોજાઇ હતી.સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ત્યારે તેની પુર્વ તૈયારીના ભાગરૂપે કચ્છ આરોગ્ય તંત્ર દ્વારા શું-શું તકેદારી લેવામાં આવી રહી છે.તેમજ કોરોના સામે રામબાણ તરીકે રસીને અગ્રતા આપવાની કેવા પ્રકારની કામગીરી થઇ છે તેની સમિક્ષા કરાઇ હતી.

કચ્છમાં રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સંખ્યા વગેરે વિષયો પર તંત્ર સાથે ચર્ચા કરી જરૂરી સુચનો હર્ષદ પટેલે આપ્યા હતા. આ ઉપરાંત ઓમિક્રોન તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરેને ધ્યાનમાં રાખી રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું. તેમજ ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારોમાં સર્વે કરી બીજો ડોઝ બાકી હોવાના કારણો જાણી ગામ તેમજ વોર્ડ મુજબ ટાર્ગેટ કરી ફોલોઅપ લેવા આરોગ્ય વિભાગને સુચનો કર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે વિગતો આપતા જણાવ્યું હતુ કે, કચ્છમાં પ્રથમ ડોઝની ૯૦% જેટલી કામગીરી પુર્ણ થયેલી છે.જ્યારે તેની સામે બીજા ડોઝ માટે એલિજીબલ લોકોમાંથી ૮૬% લોકોને બીજો ડોઝ અપાઇ ચુકયો છે.

જ્યારે બાકીના ૧૪%ના લક્ષ્યાંકને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર કે ઓમિક્રોન અંગે પુર્વ તૈયારીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, ત્રીજી લહેર માટે તંત્ર સજ્જ છે નિયમિત ૩૬૦૦ આર.ટી.પી.સી.આર ટેસ્ટ, ૫૧  MT ઓક્સિજન ઉત્પાદન, ૪૧૦ આઇ.સી.યુ. બેડ, ૨૪૨૪ ઓક્સિજન બેડ તેમજ પુરતા સ્ટાફ સાથેની તૈયારીઓ સાથે કચ્છ કોરોના સામે લડવા માટે સજ્જ હોવાનુ જણાવ્યુ હતુ. તો આરોગ્ય ઉપરાંત પ્રભારી હર્ષદ પટેલએ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર,પ્રવિણા ડી.કે,જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેકટર હનુમંતસિંહ જાડેજા તેમજ સંલગ્ન તમામ વિભાગના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો : Gram Panchayat Election : બોટાદના ગઢડાનું ઘોઘાસમડી ગામ પ્રથમ વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત બન્યું

આ પણ વાંચો : Surat: 11 થી 20 ડિસેમ્બર યોજાશે ‘હુનર હાટ’, હસ્તકલા, આર્ટના કારીગરોને મળશે રોજગારીની તકો

Published On - 6:43 pm, Fri, 10 December 21

Next Article