Kutch: વહેલા વરસાદની શક્યતાના પગલે તંત્ર પણ સજ્જ, આગોતરા આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ

|

May 17, 2022 | 10:12 PM

વહેલા વરસાદની શક્યતાના પગલે કલેકટર પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષસ્થાને વર્ષાઋતુના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ હતી. ચોમાસામાં સંદેશાવ્યવહાર માટે બીએસએનએલ અને સબંધિતોને તમામ સરકારી કચેરીઓ અને કન્ટ્રોલરૂમના લેન્ડલાઇન ફોન, ફેક્સ મશીન ચાલુ રહે તેના આયોજન અંગે વાત કરવામાં આવી હતી.

Kutch: વહેલા વરસાદની શક્યતાના પગલે તંત્ર પણ સજ્જ, આગોતરા આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ
કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક

Follow us on

Kutch: વહેલા વરસાદની શક્યતાના પગલે કલેકટર (District Collector) પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષસ્થાને વર્ષાઋતુના આગોતરા આયોજન (Pre-monsoon) અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ 30 મુદાઓ પર પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના તમામ ચીફ ઓફિસરો અને સબંધિત અધિકારીઓની પૂર્વ તૈયારી માટેની તૈયારી, આયોજન અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસામાં સંદેશાવ્યવહાર માટે બીએસએનએલ અને સબંધિતોને તમામ સરકારી કચેરીઓ અને કન્ટ્રોલરૂમના લેન્ડલાઇન ફોન, ફેક્સ મશીન ચાલુ રહે તેવી વાત કરવામાં આવી હતી.

સાથે જ બચાવ સાધનોની વર્કીંગ કન્ડીશનમાં રાખવા, નીચાણવાળા વિસ્તારો અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની બચાવ કામગીરી, પુરરાહત બાબતના કન્ટ્રોલરૂમ, કાયદો વ્યવસ્થા, જિલ્લાના 20 ડેમોની, નદીઓ કેનાલની સફાઇ, સ્થળાંતર માટેની તૈયારી, વરસાદી સ્થિતિમાં પીવાના પાણીની વ્યવસ્થા, કેનાલ પાઇપલાઇન, જર્જરીત રોડ રસ્તાઓ અને મકાનો બિલ્ડીંગની ચકાસણી, પાણી નિકાલ વ્યવસ્થા સબંધિતોને કરવા, નડતરરૂપ વૃક્ષો કાપવા, ઘાસ સાચવણી, રોગચાળો ન ફેલાય તેની તકેદારી બાબત, દરિયો તોફાની બને તેવા સંજોગોમાં કરવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા જળવાય તે માટે આયોજન જેવા અન્ય તમામ મુદ્દાઓને લઈ ચર્ચા કરીને સુચનો આપવામાં આવ્યા હતા.

નગરપાલિકાઓના ચીફ ઓફિસરે નહેરો, ગટરો, પાણીના ટેન્કરોની વ્યવસ્થા, પાણી નિકાલ વ્યવસ્થા, પૂર્વ તૈયારી બાબતે બેઠકમાં ચર્ચા કરી હતી. કચ્છ જિલ્લાના નીચાણવાળા ગામ, વિસ્તારોમાં કેરોસીન, ખાધ સામગ્રીનો બે માસનો જથ્થો અગાઉથી પહોંચાડવા માટેના આયોજનની પણ ચર્ચા કરવામાં આવી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 210 સખીમંડળોને 2.55 કરોડની મદદ

આજે ભુજ ખાતે દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ સ્વસહાય જુથો માટે બેંક લિન્કેજ અન્વયે યોજાયેલા કેશ ક્રેડીટ કેમ્પમાં 2.55 કરોડ રૂપિયા જિલ્લાની 210 સખીમંડળોને આપવામાં આવ્યા હતા. કચ્છના 6,276 સ્વસહાય જુથોની મહિલા આત્મનિર્ભર બની પોતાના વિવિધ કૌશલ્યથી યોજનાઓ થકી રોજગારી મેળવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધદ્રષ્ટીના પગલે ટુરિઝમ હબ બનેલા કચ્છમાં બહેનોની વિવિધ કારીગરી અને કૌશલ્યને સખીમંડળ સ્વસહાય જુથો દ્વારા બજારમાં મુકી વિશ્વ પ્રસિધ્ધ બનાવી છે. આહિર, રબારી, કચ્છી ભરતકામ, અજરખની કામગીરી કે વિવિધ કલાકારીથી આ બહેનો આત્મનિર્ભર બની છે.

Published On - 10:09 pm, Tue, 17 May 22

Next Article