કચ્છમાં નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ પડતાં પાણીના ફુવારા ઉડયા, જુઓ વિડીયો

|

Nov 21, 2021 | 7:26 PM

ભચાઉના શિકારપુર પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ સર્જાતા 30 ફૂટ ઉંચા ફુવારા ઉડ્યા છે. 2 જેટલા સ્થળો પર લાઇનના ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું છે.

કચ્છને(Kutch)પીવાનું પાણી(Drinking Water)પુરૂ પાડતી નર્મદા પાઇપ  લાઈનમાં(Narmada pipeline)ભંગાણ સર્જાયું છે.ભચાઉના શિકારપુર પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ સર્જાતા 30 ફૂટ ઉંચા ફુવારા ઉડ્યા છે. 2 જેટલા સ્થળો પર લાઇનના ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું છે. એકબાજૂ કચ્છમાં દર વર્ષે પીવાના પાણીની અછત સર્જાય છે.

તો બીજી તરફ જીવાદોરી સમાન નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાયુ છે. હાલ માળીયા નજીક નર્મદાની લાઇન બંધ કરી GWILએ પાઈપલાઈનનું સમારકામ હાથ ધર્યુ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ધોરણ 1થી5 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનો વડોદરા પેરેન્ટસ એસોસિએશનનો વિરોધ, સરકારને પૂછ્યા વેધક સવાલો

આ પણ વાંચો : ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પૈતૃક વતન થરાદની મુલાકાતે, પરિવાર સાથે કુળદેવી માતાના કર્યા દર્શન

Published On - 7:25 pm, Sun, 21 November 21

Next Video