Kutch: 200 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ બાદ 11 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

|

Sep 17, 2022 | 7:06 AM

તાજેતરમાં જ ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સ ઘુસાડવાના વધુ એક નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS  અને કોસ્ટગાર્ડની (Indian coast guard) ટીમે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું  હતું. 

Kutch: 200 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ બાદ 11 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીના રિમાન્ડ કોર્ટ મંજૂર કર્યા

Follow us on

કચ્છના (Kutch) જખૌથી ATSએ ઝડપેલા 200 કરોડ ડ્રગ્સ કેસ (Drug) મામલે આજે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્લીના બન્ને આરોપી સરતાજ મલિક તથા જગિન્દ્રર સિંગની  ગુજરાત ATSએ અમદાવાદથી  (Gujarat ATS)  ધરપકડ કરી છે. બન્ને આરોપીઓને ભુજ NDPS કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાઈ હતી. જેમાં ભુજ NDPS કોર્ટે અગાઉ ઝડપાયેલા 6 આરોપી સાથે આ આરોપીઓના પણ 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

તાજેતરમાં જ ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સ ઘુસાડવાના વધુ એક નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS  અને કોસ્ટગાર્ડની (Indian coast guard) ટીમે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું  હતું. તેમજ ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાની શખ્સોની ધરપકડ પણ કરી છે. પંજાબની જેલમાં (Punjab jail) બંધ નાઈજીરીયન શખ્સે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ નાઇજીરીયન શખ્સ પંજાબની જેલમાંથી જ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યુ છે. હાલ ગુજરાત પોલીસ (Gujarat police)  ATS અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ ડ્રગ્સ પંજાબની જેલમાં (Punjab jail) બંધ નાઇજીરીયન શખ્સે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે વધુ પુછપરછ માટે ગુજરાત ATSની ટીમ પંજાબ જશે. તમને જણાવી દઈએ કે પંજાબ પોલીસને પણ આ ડ્રગ્સ ખેપની માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે આ વર્ષે આશરે 3600 કરોડનું ડ્રગ્સ જપ્ત કરી ગુજરાત ATS મોટુ એપરેશન પાર પાડ્યુ હતુ.

Next Article